નખત્રાણા સોની સમાજ દ્વારા પોષી ચૌદસ નિમિત્તે શ્રી કાલિકા માતાજીનો 384મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિના કુળદેવી કાલિકા માતાજીના આ વાર્ષિક ઉત્સવમાં સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે સવારે નખત્રાણા સોની સમાજથી એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વખાણ ચોક અને મુખ્ય બજારમાંથી બેન્ડ પાર્ટીના […]
India
ગોપાલ ઈટાલિયાનો CM ને પત્ર
ગુજરાતમાં સામાન્ય જનતાને સરકારી કામકાજ માટે નોકરી-ધંધામાં રજા પાડીને ધક્કા ખાવા ન પડે એ માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રી સમક્ષ એક નવતર પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરી છે કે રાજ્યમાં મામલતદાર, તાલુકા પંચાયત અને ગ્રામપંચાયત જેવી જનતા સાથે સીધી જોડાયેલી કચેરીઓનો સમય બદલીને ‘બપોરના 2થી રાત્રિના 9 વાગ્યા’ સુધીનો […]
જૂનાગઢના દર્દીઓને હવે રાજકોટ ધક્કો નહીં ખાવો પડે
જૂનાગઢ સહિત સોરઠ પંથકના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100 કરોડથી વધુનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય સંજય કોરડીયાની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં હોસ્પિટલના નવીનીકરણ અને આગામી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં […]
સચાણાના હત્યા કેસમાં સાત શખ્સની ધરપકડ
સચાણા ગામમાં ખેતી અને માછીમારીની જાળ બાબતે બે જુથ વચ્ચે સશસ્ત્ર થયેલી અથડામણમાં ઈસ્માઈલ ઈશાભાઈ સંઘારનું સારવાર પૂર્વે મૃત્યુ નિપજ્યું હતું. હત્યાના બનાવ અંગેની હાજી બચુભાઈ કક્કલએ 14 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એન.એમ.શેખ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. હત્યાના આરોપીઓ જાફર ઉમર બુચળ, ઇમરાન ઉમર બુચળ, અફજલ ઉમર બુચળ, જાકીરહુશેન […]
માંડવી ધર્માંતરણ કૌભાંડમાં વધુ એક શિક્ષિકાની ધરપકડ
સુરતના માંડવીમાં આદિવાસીઓના ધર્માંતરણ કૌભાંડમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. મહુડી પ્રાથમિક શાળાની શિક્ષિકા મીના ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. તેમના પર માસ્ટરમાઈન્ડ રામજી ચૌધરી સાથે મળીને મહિલાઓ અને યુવતીઓને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા લલચાવવાનો આરોપ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ છે, જેમાં 4 સરકારી શિક્ષકોનો સમાવેશ થાય છે. […]
ડેડુવા-રાહ રોડ પહોળો કરવા સામે ખેડૂતોનો આક્રોશ
ડેડુવા થી રાહ તરફ જતા ડામર રોડને પહોળો કરવાની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીમાં ખેડૂતોની જમીન કપાત થઈ રહી છે, જેના વળતરની માંગ સાથે રાહ, કીયાલ, થરા અને ડેડુવા ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. ખેડૂત આગેવાન માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં રાહથી ડેડુવા સુધીનો સ્ટેટ હાઈવે પહોળો કરવામાં […]
રાજકોટમાં 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
રાજકોટ શહેરમાં 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવાનો છે. વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને અગાઉ પ્રવાસન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવાનો હતો. એને બદલે હવે મહાપાલિકાના યજમાનપદે પતંગ મહોત્સવ યોજાશે. સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ કે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં પતંગ મહોત્સવ યોજાતો હોય છે. આ વખતે અલગ અલગ ચાર મેદાનમાંથી કોઇ એક મેદાન નક્કી કરવામાં […]
વિરનગર-ખડવાવડી માર્ગના રિસરફેસીંગનું ખાતમુહૂર્ત થયું
જસદણ તાલુકાના વિરનગર ખાતે વિરનગર-ખડવાવડી માર્ગના રિસરફેસીંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ માર્ગના નવનિર્માણ પાછળ અંદાજિત રૂ. ૩ કરોડનો ખર્ચ થશે. આ માર્ગ સુધારણા કાર્યનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સુવિધાયુક્ત, સલામત અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવાનો છે. રિસરફેસીંગ કાર્ય પૂર્ણ થયા […]
શેવરોલેટ ગાડીમાંથી 1450 બોટલ સાથે રાજકોટના બે શખ્સો ઝડપાયા
છોટા ઉદેપુર જિલ્લા LCBએ બોડેલીના ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક શેવરોલેટ ગાડીમાંથી રૂ. 5,35,520/- ની કિંમતની 1450 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી […]
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા પખવાડિયા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કડક કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત જાહેર માર્ગો પર નડતરરૂપ એવી કુલ 72 રેકડી અને કેબીનો જપ્ત કરવામાં આવી હતી. આ કામગીરી મુખ્યત્વે જ્યુબેલી, મવડી બ્રિજ, આનંદ બંગલા ચોક, રૈયા રોડ અને કોઠારીયા રોડ જેવા વિસ્તારોમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના […]










