Gujarat

મુખ્યમંત્રીએ VIBOS સોશિયલ બિઝનેસ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ભારતના પ્રથમ સોશિયલ બિઝનેસ પ્લેટફોર્મ ‘VIBOS’ (વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ નેટવર્ક)નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે યુવા ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક ફલક પર સ્થાન અપાવવાના ઉદ્દેશ્ય સાથે બનેલા આ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સશક્તિકરણ […]

Gujarat

પરિવારને ડિજિટલ અરેસ્ટ રાખી પૈસા પડાવનાર આરોપીની જામીન અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટે ડિજિટલ અરેસ્ટ કરીને એક પરિવાર પાસેથી ₹2.30 કરોડ પડાવી લેવાના હૃદયદ્રાવક કેસમાં આરોપી સંદીપ પગારેની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે અને કેસની ટ્રાયલ વહેલી તકે પૂર્ણ કરવા માટે નીચલી અદાલતને આદેશ આપ્યા છે. ચાર્જશીટ દાખલ થવા માત્રથી આરોપી જામીન મેળવવા હકદાર બનતો […]

Gujarat

લોકોના ભારે આક્રોશ બાદ સુરત મનપાનું મોટું ડેમેજ કંટ્રોલ

સુરત શહેરમાં તાજેતરમાં જ આવેલા વિનાશક ખાડીપૂરના કારણે હજારો પરિવારો અને વેપારીઓએ કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. પૂરના પાણી ઓસર્યા બાદ જનતામાં શાસકો અને વહીવટી તંત્ર સામે ફાટી નીકળેલા ભારે આક્રોશ અને નારાજગીને શાંત કરવા માટે સુરત મહાનગરપાલિકાએ એક મોટો નિર્ણય લીધો છે. ખાડીપૂરથી અસરગ્રસ્ત બનેલા શહેરના લાખો નાગરિકોને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે […]

Gujarat

કામરેજમાં ભારે વરસાદથી તાપી કિનારે ધોવાણ

સુરત જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે કામરેજ વિસ્તારમાં તાપી નદીના કિનારે મોટાપાયે ધોવાણ થયું હતું. કામરેજ ગામના માછીવાડ ફળિયામાં આ સ્થિતિ ગંભીર બનતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી હતી. મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું અને યુદ્ધના ધોરણે પાળો બનાવવાની કામગીરી શરૂ કરી છે. થોડા દિવસ અગાઉ કામરેજ વિસ્તારમાં 16 ઇંચથી વધુ […]

Gujarat

જામનગરમાં નજીવી બાબતે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને કારણે થયેલા ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં ત્રણ જેઠવા બંધુઓ પર છરી, તલવાર અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદીપસિંહ જશાજી જેઠવાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે બે દંપતી સહિત કુલ સાત આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગત 17 જુલાઈની રાત્રે ગોકુલનગર […]

Gujarat

જામનગર શહેરમાં શંકાસ્પદ ચાંદીપુરાના 2 સહિત હાલારમાં 3 કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત્ હાલારમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસથી આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.શહેરના વોર્ડ નં. 6ના જુદા જુદા બે વિસ્તારમાં રહેતા 11 માસ અને 2 વર્ષના માસુમ બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા જી.જી. હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં સઘન તબીબી સારવાર આપવામાં આવી રહી છે. જયારે દેવભૂમિ દ્વારકા પંથકના પણ એક 6 વર્ષીય બાળકને […]

Gujarat

જામનગર શહેરમાં 15 દિવસમાં પોલીસના નેત્રમ વિભાગના સી.સી.ટી.વી. કેમેરાની મદદથી 1,722 ઈ-ચલણ ઈસ્યૂ થયા

જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોના અસરકારક અમલ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. બી. સિંગલના માર્ગદર્શન હેઠળ કામગીરી કરે છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર શહેરમાં સ્થાપિત સીસીટીવી કેમેરાની […]

Gujarat

વડોદરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચેઇન સ્નેચિંગના બે બનાવ

વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કાલાઘોડા સર્કલ પાસે ભારે ભીડનો લાભ ઉઠાવી તસ્કરોએ બે મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર આંચકીને ફરાર થઈ ગયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હોવા છતા 2.20 લાખ રૂપિયાના કિંમતના દાગીનાની ચોરી થઈ હતી. સયાજીગંજ પોલીસે 2 ગુના નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. ચેઇન સ્નેચિંગની બે ફરિયાદ નોંધાઈ વડોદરા […]

Gujarat

અમદાવાદમાં 2,720 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી

રાજ્યના આર્થિક પાટનગર અને હૃદય સમાન અમદાવાદ શહેરમાં લાખો લોકોને પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ નેટવર્ક, ગ્રીન એનર્જી અને ટ્રાફિકની સમસ્યાને સુધારવા માટે અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત 6 મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ ₹2,720 કરોડની મંજૂરી આપવામાં આવી છે. મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને દેશના અગ્રણી શહેરોમાં સ્થાન આપીને ₹2,720 કરોડના વિકાસ […]

Gujarat

ભારતમાલા એક્સપ્રેસ વે પર બાઈક રેસિંગ કરનારા સામે કડક કાર્યવાહી

ગોધરા નજીક દિલ્હી-મુંબઈ ભારતમાલા એક્સપ્રેસ વે પર જોખમી બાઈક રેસિંગ કરનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે 16 બાઈક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી, તેમાંથી બે આરોપીઓને બાઈક સાથે ઝડપી પાડ્યા છે. આ ઘટના 15 જુલાઈના રોજ રણીયાતા ગામ નજીક ભારતમાલા એક્સપ્રેસ હાઈવેના ઓવરબ્રિજ પર બની હતી. કેટલાક યુવાનો GJ-17-CR-8711 નંબરની બાઈક સહિત આશરે […]