Gujarat

ગોરધનપર પાટિયા પાસે ખરાબામાં આગ ભભૂકી ઉઠી

જામનગર નજીક ગોરધનપર પાટિયા પાસે આવેલા ખરાબાના વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી. કંટ્રોલરૂમમાં મયુર રાઠોડ દ્વારા આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગોરધનપર પાટિયા પાસે લહેર તળાવની સામેના વિસ્તારમાં વાળ અને લાકડાંમાં આગ લાગી હતી. આ માહિતી […]

Gujarat

જામનગરનો 1.33 કરોડની છેતરપિંડીનો આરોપી નવસારીથી ઝડપાયો

જામનગરમાં રૂ. 1.33 કરોડની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી હિતેશભાઈ લક્ષ્મીકાંત ગોહીલને પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો છે. આરોપીએ કાપડના વેપારી અને બેન્ક ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકેની ખોટી ઓળખ આપી અનેક લોકોને ઊંચા કમિશનની લાલચ આપી હતી. જામનગર સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરી છે. રોકાણ કરવા બદલ આકર્ષક વળતરની લાલચ આપી આ […]

Gujarat

જામનગરમાં ઓખાના આધેડ પાસેથી 15 લાખની લૂંટ

જામનગર શહેરમાંથી લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જી.જી. હોસ્પિટલ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલના પાછળના ગેટ પાસે એક આધેડ અને તેમના પરિવારને નિશાન બનાવી ₹15 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. ઓખાના વતની એવા આ આધેડને સોનાની માળા ખરીદવાની લાલચ આપી લૂંટારુઓ રોકડ ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતા. સોનાના સોદાના બહાને […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સિંહોના સંરક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નથી નોંધાયું: પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે એશિયાઈ સિંહોમાં જાેવા મળેલા સંક્રમણની વર્તમાન સ્થિતિની ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા કરવા માટે ગીર વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની […]

Gujarat

૧ જૂન – વિશ્વ દૂધ દિવસ

વૈશ્વિક સ્તરે દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ; બે દાયકામાં ૧૨.૫ મિલિયન ટનના વધારા સાથે ગુજરાત “શ્વેતક્રાંતિ ૨.૦” તરફ અગ્રેસર દર વર્ષે ૧લી જૂનને સમગ્ર વિશ્વમાં “વિશ્વ દૂધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, […]

Gujarat

નર્મદાના લાછરસ ગામે મોડી રાત્રે આવેલા તીવ્ર વાવાઝોડામાં મકાન ધરાશાયી થતાં ૧૧ વર્ષની બાળકી રીંકુનું મોત

નર્મદા જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાવાઝોડા અને વરસાદની આગાહી નર્મદાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ માટે આફત બનીને ત્રાટકી છે. આ ગમખ્વાર ઘટના ગત રોજ મોડી રાત્રે આશરે ૨:૦૦ થી ૩:૦૦ વાગ્યાના સુમારે બની હતી. જ્યારે આખો પરિવાર ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે […]

Gujarat

સાબરકાંઠામાં એક નાળાના કામ દરમિયાન સિમેન્ટ મિક્સરનું મોટું વાહન પલટી જતાં રાજસ્થાનના ૨ શ્રમિકોના ઘટના સ્થળે મોત, ૧ ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના સાલેરા ગામે નાળાની કામગીરી દરમિયાન સિમેટ મિક્સર વાહન પલટી જવાની ઘટના બની હતી જેમાં, બે શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા હતા અને આ બનાવમાં એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર, સાલેરા ગામે નાળાના પાયાના કામ માટે સિમેન્ટનો માલ બનાવવા માટેનું એક […]

Gujarat

આણંદના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી

આણંદ જિલ્લાના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક ભાગ કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં બ્રિજના બે મુખ્ય પિલર વચ્ચેનો સ્પાન તૂટી પડ્યો હતો. સદનસીબે, દુર્ઘટના સમયે ઘટનાસ્થળે કોઈ કામદાર કે વાહન હાજર ન હોવાથી કોઈ જાનહાની કે ઇજા થઈ નથી, જેના કારણે મોટી હોનારત ટળી છે. આણંદના અડાસ ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો […]

Gujarat

રમકડાંના દાનથી બાળકોમાં સંવેદના અને વહેંચણીના સંસ્કારો વિકસે છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

રમશે બાળક, ખીલશે બાળક : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડીયા વિધાનસભા મતવિસ્તારમાં બોપલ-ઘુમા સ્થિત આરોહી ટ્વીન્સ બંગલો ખાતે “રમશે બાળક, ખીલશે બાળક” અભિયાન અંતર્ગત મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી શરૂ થયેલું આ અભિયાન સમાજના વિવિધ […]

Gujarat

૩૧ મે આંતર રાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસ ની ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર ના કર્મઠ પરિજનો દ્વારા અનોખા સેવા કાર્ય થી ઉજવણી

ગાયત્રી શકિત પીઠના અભિયાનને પ્રતિસાદ આપતા ૨૫ થી વધુ લોકો એ વ્યસન સામગ્રી ઝોળી માં આપી દઈને વ્યસન મુક્તિ નો સંકલ્પ કર્યો દેશ ભરમાં ૩૧/મે ના દિવસે ઉજવાયેલા તમાકુ નિષેધ દિવસ માં ગાંધીનગર ગાયત્રી શક્તિપીઠ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના ગાંધીનગર સ્થિત પરિજનોએ રેલી યોજીને વ્યસન મુક્તિ […]