Gujarat

ચોરવાડનાં ખેત મજુરની દીકરી કાજલ વાજાએ એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો

ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા હાંસલ કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની ૧૯ વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી ૨૨મી એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪ટ૧૦૦ મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ […]

Haryana

ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ડોકટરો દ્વારા એક મહિલાના પેટમાંથી સર્જરી કરી ૮ કિલોની ગાંઠ કાઢવામાં આવી

શહેરમાં રહેતી એક મહિલાનું પેટ સતત ફુલી રહ્યું હોવાની અને પેટમાં દુ:ખાવાની તકલીફ સાથે સર ટી. હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી હતી. પ્રારંભીક રિપોર્ટમાં પેટમાં ગાંઠ હોવાનું નિદાન થતાં કેન્સરની ગાંઠ હોવાની શક્યતાના લીધે ઓપરેશન કરી ગાંઠ કાઢવાનું નક્કી કરાયું હતું. સર ટી. અને કેન્સર હોસ્પિટલના તબીબો દ્વારા સર્જરી કરી પેટમાંથી […]

Gujarat

સુરેન્દ્રનગરમાં 20 કરોડના ખર્ચે AC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

સુરેન્દ્રનગર જિલ્લાના નાનકેરાળા ગામ પાસે આધુનિક AC ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. અંદાજે 20કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલું આ સંકુલ જિલ્લાના રમતવીરોને વૈશ્વિક મંચ પૂરો પાડશે અને ઉચ્ચ તાલીમનું કેન્દ્ર બનશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી છે. ટેન્ડરની અંદાજિત રકમ 22.28 કરોડ રૂપિયા હતી, જેની […]

Gujarat

ચોટીલા ચામુંડા ડુંગરે ભક્તોનું ઘોડાપુર

ચોટીલા: પવિત્ર અધિક પુરુષોત્તમ માસની પૂનમ નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. રવિવારનો દિવસ હોવાથી વહેલી સવારથી જ લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હિન્દુ ધર્મમાં અધિક પુરુષોત્તમ માસની પૂનમનું વિશેષ મહત્વ છે. દર ત્રણ વર્ષે આવતા આ અધિક માસની પૂનમ નિમિત્તે સૌરાષ્ટ્ર અને ઝાલાવાડના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ ભક્તોની ભારે […]

Gujarat

અંધારાનો લાભ લઈ મહિલાઓને ટાર્ગેટ બનાવતી ગેંગનો પર્દાફાશ

દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતી એક સક્રિય ગેંગને દહેગામ પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી છે. ​દહેગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે, એસ.ટી. ચોકી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર પસાર થતા બે શંકાસ્પદ ઈસમો […]

Gujarat

છત્રાલ GIDCમાં દારૂના ગોડાઉનમાંથી રાજસ્થાની ગેંગના સાગરીતની ધરપકડ

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે છત્રાલ GIDC વિસ્તારમાં ચાલતા વિદેશી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે એરાઇશ એસ્ટ્રેટમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી વિદેશી દારૂની 2640 બોટલ સાથે રાજસ્થાની ગેંગના એક સાગરીતને ઝડપી લીધો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. 11,59,708નો મુદ્દામાલ જપ્ત કરી વધુ […]

Gujarat

નેપાળથી ગાંધીનગર સુધી ગાંજાના નેટવર્કનો પર્દાફાશ

ગાંધીનગર એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ ની ટીમે એક સફળ ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય ગાંજાના હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નેપાળથી ટ્રેન માર્ગે બિહાર અને ત્યારબાદ ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવેલા ગાંજાના જથ્થાને પોલીસે જેઠલજ ગામની સીમમાં રેલ્વે નાળા પાસેથી પકડી પાડ્યો છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂ.2.34 લાખની કિંમતનો 4 કિલો 680 ગ્રામ […]

Gujarat

વિશ્વ તમાકુ નિષેધ દિવસની અનોખી ઉજવણી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દર વર્ષે 31 મેના દિવસને ‘વિશ્વ ટોબેકો નિષેધ દિવસ’ (વર્લ્ડ નો ટોબેકો ડે) તરીકે ઉજવવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનના ભાગરૂપે સમાજને વ્યસનમુક્ત કરવાના ઉમદા હેતુ સાથે સુરતના વેડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું હતું. વિશ્વ તમાકુ નિષેધ દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુકુલના પરિસરમાં બીડી, […]

Gujarat

LIC ઓફિસની અગાસીમાંથી તાંબાની પાઇપો ચોરનાર રીઢો ગુનેગાર ‘નાગ’ ઝડપાયો

શહેરમાં મિલકત સંબંધી ગુનાખોરી ડામવા અને શકમંદો પર નજર રાખવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. એલસીબીએ બાતમીના આધારે એક રીઢા ચોરને તાંબાની પાઇપોના ચોરાયેલા જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. મોતીતળાવ ગૌશાળા […]

Gujarat

કુંભારવાડા અક્ષરપાર્ક વિસ્તારમાં જુગાર રમતા 8 શખસ ઝડપાયા

ભાવનગરના કુંભારવાડા અક્ષરપાર્ક વિસ્તારમાં ગતરોજ જાહેર જગ્યા પર તીન પત્તીનો જુગાર રમી રહેલા આઠ શખ્સોને બોરતળાવ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય અને રોકડા રૂ. 16,420 કબ્જે કર્યા છે. આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. […]