માતાનું દૂધ, ૧૦૦૦ દિવસનું મહત્વ, સ્તનપાન વખતે બાળકની સ્થિતિ, બાળકને ગળે વળગાડવાની રીત વિષયક માર્ગદર્શન અપાયું રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઇ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ યોજના) કચેરી દ્વારા જેતપુર અને જામકંડોણા ઘટકના કુલ ૨૨૮ આંગણવાડી બહેનો માટે તા. ૧૮થી ૨૦ નવેમ્બર, સુધી I.Y.C.F. (ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફીડિંગ)ની તાલીમ યોજાઈ હતી. જેમાં […]
India
સા.કુંડલાના આંબરડી ખાતે યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો
ચરણો પખાળે ત્યાં સાગર ગંભીર….મારા દ્વારકાના નાથની તો વાત જ ન થાય રાજભા ગઢવીના આ ગીત ઉપર ૫૦૦ રૂ.ની ચલણી નોટોનો વરસાદ થયો. રાજભા ગઢવી, રેખા વાળા, નિકિતા ગોહિલ ઉપર નોટોના બંડલની આંબરડી ગામે વર્ષા થઈ સા.કુંડલા માનવ મંદિરના પૂ. ભક્તિરામ બાપુ, APMC ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી, ભયલુભાઈ જાબાળ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. સાવરકુંડલાના આંબરડી ગામે […]
ધારીના જાગૃત ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાની ધારદાર રજુઆતથી ચલાલામાં પશુ ડોક્ટરની નિમણુંક કરાઇ
ધણા સમય બાદ પશુ ડોક્ટરની નિમણુંક થતા ખેડૂત વર્ગ અને પશુપાલકોમાં આંનદની લાગણી પ્રસરી દાનેવધામ ચલાલામાં ધણા સમયથી પશુ ડોકટરની જગ્યા ખાલી હોવાથી પશુપાલકો અને ખેડૂત વર્ગને પોતાના માલઢોરની સારવાર કરાવવા ભારે મુશ્કેલી પડતી હતી..અને અવાર નવાર પ્રાઇવેટ પશુ ડોક્ટર પાસે ભારે ફી ચુકવી સારવાર કરાવી પડતી હતી…ત્યારે ચલાલા પંથકના ખેડુતો અને પશુપાલકો દ્વારા આ […]
સખી વન સ્ટોપ સેન્ટર તેમજ ડિસ્ટ્રિક્ટ ફોર એમ્પાવરમેન્ટ વિમેનના કર્મચારીની સરાહનીય કામગીરી
તારીખ 18/ 11/24 ના રોજ સખી વન સ્ટોપ સેન્ટરમાં 181 મહિલા હેલ્પલાઇન દ્વારા એક બેનને આશ્રય આપવામાં આવેલ હતા. આ બેનની સાથે પાંચ બાળકો હતા. તેમજ બેન નવ માસથી ગર્ભવતી છે. બેનના પતિએ બેનને દારૂ પીને મારઝૂડ કરેલ અને ઘરમાંથી કાઢી મુકેલ હતા. જેથી બેનને ઝોઝ પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને સખી વન સેન્ટરમાં આશ્રય […]
સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ ધારાસભ્ય મહેશ કસવાળાએ ખેડૂતોને મો મીઠા કરવ્યા
સાવરકુંડલા તાલુકામાં 4 હજાર ખેડૂતોએ મગફળીનું કરાવ્યું છે રજિસ્ટ્રેશન – કસવાળા રાજ્ય સરકાર અને ગૂજકોમાસોલ આવ્યું ખેડૂતોની વ્હારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે મુદ્દે કટિબદ્ધ હોય ત્યારે ચોમાસુ પાકોમાં મગફળીના થયેલા વ્યાપક વાવેતર બાદ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં આજે ધારાસભ્ય મહેશ કસવાળાની અઘ્યક્ષતામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગૂજકોમાસોલના ચેરમેન દિલીપ […]
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર “સ્નેહ મિલન” યોજાયું
નૂતન વર્ષ વિક્રમ સવંત ૨૦૮૧ સ્નેહ મિલન યોજાયું. નવા વર્ષ નું “સ્નેહ મિલન” અને સંગઠન પર્વ ના સમન્વય સમયે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ઓસવાલ સેન્ટર ખાતે સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવેલ. પક્ષ ના નેતા, હોદેદારો, ઉપરાંત એન.જી.ઓ, સામાજિક સંસ્થા, કાર્યકર્તાઓ ઉપરાંત પક્ષના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા. “સ્નેહ મિલન” એટલે નવા વર્ષે નવી […]
જેને ઈશ્ર્વરની સેવા જ કરવી છે. તેને મન તો ઈશ્વરના આંગણાને પણ સાફસૂફ રાખવું એ પણ ભક્તિ જ ગણાય
સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર નાગનાથ સોસાયટી સ્થિત ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરના સેવકની કેવળ ઈશ્ર્વરની સાક્ષીએ મંદિરનાં સમગ્ર પરિસરને સાફસૂફ રાખતાં જોવા મળ્યાં. જે આપણને ન ગમે તે ભગવાન ભોળાનાથને કેમ ગમે? એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ સંદેશને સાર્થક કરી બતાવતાં મંદિરના સેવક પ્રશાંતભાઈને ઈશ્ર્વર જ્યારે પણ બોલાવે ત્યારે તેની સેવા કાજે કોઈ પણ કામકાજ પડતાં […]
લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા મુકામે ૭૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈનો આર્થિક સહયોગ
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્રારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૭૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તા. ૨૦-૧૧-૨૦૨૪ ને બુધવારે આયોજન […]
ગૌમાતા ને રાજ્ય માતા નું સન્માન આપવા માણાવદર મત વિસ્તાર ના ધારાસભ્ય અરવિંદ લાડાણી નું સમર્થન..
માણાવદર ખાતે આવેલ પાર્ટી કાર્યાલય પર જાણીતા ગૌ ભક્ત અર્જુન આંબલીયા ની ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથે મુલાકાત. ગાય ને રાજ્ય માતા નો દરજ્જો આપવા માટે ગૌ ભક્ત અર્જુન આંબલીયા એ ધારાસભ્ય શ્રી ને માણાવદર આવેલ પાર્ટી કાર્યાલય ખાતે રૂબરૂ મળીને રજૂઆત કરતા તેઓ દ્વારા તરત જ ગૌમાતા ને રાજ્ય માતા નું સન્માન આપવા માટે મુખ્મંત્રીશ્રીને […]
ખાંડ સહકારી મંડળીઓ થકી ખેડૂતોને ગત વર્ષે રૂ. ૩૩૯૧ કરોડથી વધુની રકમ ચૂકવાઈ
શેરડીનું વાવેતર કરતા ખેડૂતોના આર્થિક તથા સામાજિક વિકાસમાં થયેલ સવિશેષ વધારો ગુજરાતમાં ખાંડ સહકારી મંડળીઓમાં અંદાજે ૪.૫૦ લાખ જેટલા ખેડૂતો સભાસદ ગત વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પિલાણ સિઝનમાં ગુજરાતમાં લગભગ ૮.૮૭ લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને જ નહિ પરંતુ ૨૦ થી ૨૫ હજાર જેટલા કામદારોને કાયમી રોજગારી તેમજ પિલાણ સિઝન દરમિયાન લગભગ ૫.૫૦ […]