Gujarat

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા-૨૦૨૬ માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન

મોક ટેસ્ટ માટે ઉમેદવારો તા. ૧૬/૦૧/૨૦૨૬થી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૬ના તાલીમ કાર્યક્રમ (બેચ ૨૦૨૫-૨૬) અંતર્ગત પ્રિલિમિનરી પરીક્ષા માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ટેસ્ટમાં ભાગ લેવા માટે UPSC – અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણા પ્રાદેશિક […]

Gujarat

ગીતા વંદના: ચિન્મય મિશનનાં ૭૫ વર્ષની ભવ્ય ઉજવણી

 ચિન્મય અમૃત મહોત્સવ – ગીતા વંદના માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગીતા સાથે જાેડાવાનો, તેને અનુભવવાનો, અને તેના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો એક દિવ્ય અને સ્મરણીય અવસર  અમદાવાદના સેટેલાઇટના રત્નમણિ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમ દર્શકો માટે એક અનોખો અને રસસભર અનુભવ બની રહ્યો જ્ઞાનયજ્ઞની અદ્વિતીય પરંપરાના પ્રણેતા, યુગપુરુષ અને ગીતા જ્ઞાનયજ્ઞ પ્રચારક તરીકે વિશ્વવિખ્યાત […]

Gujarat

મોરબીમાં લિવ-ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવકનો આપઘાત

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ-ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલાં યુવક અને યુવતી મૈત્રી કરાર કરીને સાથે રહેતાં હતાં, જાેકે થોડા દિવસ પહેલાં યુવતી પોતાના ઘરે ગઈ હતી. એ બાદ પરત ન ફરતાં યુવાનને લાગી આવ્યું હતું, જેથી તેણે આ પગલું ભર્યું હતું. ગળાફાંસો ખાતાં પહેલાં યુવકે […]

Gujarat

હિમાલિયા સ્કાય ફ્લેટ ચોરી કેસ ઉકેલાયો

રૂપિયા ૪.૮૦ લાખની ઘરફોડ ચોરીમાં ઘરકામ કરતી મહિલા અને તેના પતિની ધરપકડ ભાવનગર શહેરના હિમાલિયા મોલ નજીક આવેલા હિમાલિયા સ્કાય ફ્લેટમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ઘરકામ માટે રાખવામાં આવેલી મહિલાએ જ ઘરમાંથી રોકડ રૂપિયા અને કિંમતી સોનાના દાગીના મળી કુલ રૂ. ૪ લાખ ૮૦ હજારની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે […]

Gujarat

તળાજામાં પતંગ ચગાવતી વખતે યુવાન અગાસી પરથી નીચે પટકાયો

ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને ભાવનગર ખસેડાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં એક યુવાન અગાસી પરથી નીચે પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના તળાજાના દિન દયાલ નગર વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અંકિત ચાહું નામનો યુવાન અગાસી પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે અચાનક નીચે પટકાયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. […]

Gujarat

બગદાણાનો વિવાદ ઉગ્ર, કોળી સમાજના ૪ યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ

ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા સાથે કોળી સમાજના ચાર યુવકે બગદાણા ધામની બહાર જાહેરમાં બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાેકે, આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે ચારેય યુવાનોની અટકાયત […]

Gujarat

કડીમાં સુજાતપુરા અંડરબ્રિજમાં અંડરબ્રિજમાં કાર દિવાલ સાથે અથડાતા ચાલકનું મોત, એકને ઈજા

કડીના સુજાતપુરા રોડ પર આવેલા અંડરબ્રિજમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇન્ડિકા કાર દિવાલ સાથે અથડાતા કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. મૃતક ચાલકની ઓળખ કડીના નાની કડી વિસ્તારમાં આવેલી સંતરામ સિટીની સરદાર રેસીડેન્સીમાં રહેતા હરેશભાઈ શાંતિલાલ દરજી (ઉંમર આશરે ૫૫ વર્ષ) તરીકે થઈ છે. તેઓ દરજીકામ […]

Gujarat

કડીમાં પતિના મિત્રએ પરિણીતા પર ૩ વાર દુષ્કર્મ આચર્યું

પરિણીતાનો પતિ જેલમાં હોવાનો લાભ ઉઠાવ્યો, પતિ જેલમાંથી છૂટ્યા બાદ ઝઘડો કરાવ્યો કડી પંથકમાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. ચોરીના ગુનામાં પતિ જેલમાં હોવાનો લાભ ઉઠાવી તેના જ મિત્રએ એક પરિણીતા પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વીડિયો કોલ પર છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે […]

Gujarat

દહેગામ અશ્વમેઘ કોમ્પ્લેક્સમાં શોર્ટસર્કિટથી ધુમાડાના ગોટેગોટા ઉડયા

કોમ્પ્લેક્સ ભયનો માહોલ ફેલાઈ ગયો સદનસીબે મોટી જાનહાનિ ટળી, GEB અને ફાયરની સમયસર કાર્યવાહી દહેગામ-અમદાવાદ રોડ પર નેહરુ ચોકડી પાસે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્સમાં શોર્ટસર્કિટના કારણે ધુમાડાના ગોટેગોટે નીકળ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સદનસીબે, મોટી જાનહાનિ ટળી હતી. કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર સીડીઓ નીચે લગાવેલા અનેક વીજ મીટરોમાં અચાનક શોર્ટસર્કિટ […]

Gujarat

માણસામાં કાકા-ભત્રીજાના દારૂના નેટવર્કનો પર્દાફાશ

રસોડામાં ટાઈલ્સ નીચે ૧૦ ફૂટના ગુપ્ત ખાનામાંથી ૧૦.૩૭ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ માણસા પોલીસે શહેરના એક રહેણાંક મકાનમાં આવેલા ભોંયરામાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. ૧૦,૩૭,૫૮૫ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. માણસા પોલીસ સ્ટેશનને મળેલી બાતમી મુજબ, માણસા શહેરમાં પશુ દવાખાના પાસે રહેતો […]