Gujarat

રાજકોટનો ‘વિરાસતથી વિકાસ’ લોકમેળો ચડ્યો ચકડોળે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજથી 5 દિવસ માટે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મેળાના ઉદ્ઘાટનના 4 કલાક પૂર્વે એક પણ યાંત્રિક રાઇડસને મંજૂરી આપવામાં આવી નથી જેના કારણે સતત બીજા વર્ષે રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો છે. જો કે નિયમ મુજબ જરૂરી ડોક્યુમેન્ટ્સ પૂર્ણ કરી દેવામાં આવશે અને સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી […]

Gujarat

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું કહી 7.18 લાખની ઠગાઈ

અમદાવાદના વાસણામાં રહેતી યુવતી અને તેના પરિચિત વ્યક્તિઓ પાસેથી ગઠિયાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહીને લાખોની ઠગાઈ કરી છે. ગઠિયાએ ખોટા દસ્તાવેજ, પઝેશન લેટર અને AMCના ખોટા લેટર બતાવી લોકોને વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ અલગ અલગ બહાના હેઠળ કુલ 7.18 લાખ પડાવ્યા હતા. જે મામલે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ‘બાબુ’એ […]

Gujarat

ગુજરાત યુનિવર્સિટી ઈન્ફોર્મેશન સેન્ટરના અધ્યક્ષના ઘરમાંથી ચોરી

ગુજરાત યુનિવર્સિટી ઇન્ફોર્મેશન સેન્ટરમાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા અને શાહીબાગના શ્રી સુદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ડો. રાકેશ પરમારના ઘરમાંથી ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ત્રણ દિવસ પહેલા દંપતી નોકરી પર હાજર હતું અને તેમના બાળકો કોલેજ ગયા હતા. દરમિયાનમાં બપોરે રાકેશ પરમારના પત્નીએ તેમને જણાવ્યું હતું કે ફોન કરીને જણાવ્યું હતું […]

Gujarat

ગુજરાતના મુસાફરોને 26 ઈન્ટરનેશનલ સ્થળોની સીધી કનેક્ટિવિટી, દિલ્હીથી બેગેજ ચેક-ઈન કે ટર્મિનલ ચેન્જની ઝંઝટમાંથી મુક્તિ

કેન્દ્ર સરકારના ‘હબ-એન્ડ-સ્પોક’ મોડલ અંતર્ગત એર ઈન્ડિયાએ અમદાવાદ એરપોર્ટથી ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઈટ્સની શરૂઆત કરી છે. અમૃતસર અને વારાણસી બાદ આ સુવિધા મેળવનાર અમદાવાદ દેશનું ત્રીજું શહેર બન્યું છે. આ સેવા હેઠળ અમદાવાદથી દિલ્હી થઈને વિદેશ જતાં મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર જ થ્રૂ-ચેક-ઈન અને ઈમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની સુવિધા મળશે, જેથી દિલ્હી ખાતે ફરીથી બેગેજ ચેક-ઈન […]

Gujarat

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 સપ્ટેમ્બરે વડોદરા શહેર અને પાદરાની મુલાકાતે આવી રહ્યા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સવારે 11:40 કલાકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી છાત્રોને પદવી એનાયત કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ બપોરે 3:45 કલાકે પાદરા ખાતે તાજપુરા રોડ ઉપર આયોજિત બ્રહ્મકુમારીના […]

Gujarat

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું મોત

વડોદરાના વેમાલી સ્મશાન પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી આજે આશરે 10 ફૂટ લાંબો મૃત મગર મળી આવ્યો હતો. સ્થાનિકોએ મૃત મગરને જોતા ફાયર બ્રિગેડ અને વન વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને મગરના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો. મહાકાય મગરના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો સામાજિક કાર્યકર […]

Gujarat

વડોદરાની MSUમાં તાલીમ પામેલી ટીમ ઈન્ડિયાનો IESO-2026માં દમદાર દેખાવ

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં તાલીમ પામેલા ચાર તેજસ્વી વિદ્યાર્થીઓએ ઇટાલીના ટ્યુરિન ખાતે યોજાયેલી 19મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ (IESO-2026)માં ભારતનું નામ રોશન કર્યું છે. 20થી 27 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં કુલ 9 મેડલ—4 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેળવ્યા છે. સાયન્સ પ્રોજેક્ટ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ […]

Gujarat

120 કિલો અખાધ જથ્થાનો નાશ, 11 એકમોને નોટિસ

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વિવિધ એકમો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરી લાલ આંખ કરવામાં આવી રહી છે. તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાની આ ખાસ ડ્રાઇવમાં આરોગ્ય સાથે ચેડા કરનાર અનેક લોકોને દંડવામાં આવ્યા છે. અનેક યુનિટને બંધ કરવામાં આવે છે અને કેટલાયને નોટિસ પાઠવવામાં આવી છે. આજે મહાનગરપાલિકાના વિભાગ […]

Gujarat

NH-48 પર હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને ઝીણવટભરી તપાસના આધારે કારના ડ્રાઈવરને ઝડપી લીધો છે. ઘટનાસ્થળેથી મળી આવેલા લાલ રંગની કારની સાઈડ લાઈટના તૂટેલા ફાઈબર કવર અને વાસદ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 14 શંકાસ્પદ કારોની તપાસ કરી અંતે અકસ્માત સર્જનાર ચાલક સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. […]

Gujarat

મેઘપર પોલીસે મોડપર-કાનાલુસમાં જુગાર રમતા 12 શખ્સોને પકડ્યા

મેઘપર (પડાણા) પોલીસે મોડપર અને કાનાલુસ ગામમાં બે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 12 શખ્સોને પકડ્યા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ ₹38,770 રોકડા અને ગંજીપત્તાના પાનાં જપ્ત કર્યા હતા. મોડપરની વાડી સીમમાંથી પોલીસે જેશાભાઈ દેવાતભાઈ વરૂ, વેજાણંદ વિરાભાઈ આંબલીયા, સાજણભાઈ રણમલભાઈ કનારા, સંદીપ બાબુભાઈ તરાવીયા, ભીખુભાઈ આલાભાઈ ગોજીયા અને હમીરભાઈ ભીખાભાઈ […]