માણસામાં શિવેન ફાઉન્ડેશન દ્વારા ‘મહા કરૂણા અભિયાન‘ હેઠળ સારવાર ઉત્તરાયણ પર્વ દરમિયાન માણસા શહેર અને આસપાસના વિસ્તારોમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા ૭૨ પક્ષીઓનું રેસ્ક્યુ કરીને સારવાર કરવામાં આવી છે. શિવેન ફાઉન્ડેશન દ્વારા ‘મહા કરૂણા અભિયાન ૨૦૨૬‘ અંતર્ગત જય ભોલે રેસ્ક્યુ ટીમના સભ્યોએ આ કામગીરી હાથ ધરી હતી. આ અભિયાન ૧૪ જાન્યુઆરીથી ૧૬ જાન્યુઆરી સુધી ચાલશે. […]
India
ખેડા-નડિયાદ અને રાજકોટમાં સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટરની નિમણૂક
ગુજરાત સરકાર દ્વારા IAS કેડરમાં બે નવા અધિકારીઓની મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગની સૂચના બાદ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ અંગે અધિકૃત જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ, અવની ચિત્તરાંજન વોરાને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલ, અમદાવાદના સભ્ય તથા રજિસ્ટ્રાર તરીકેની જવાબદારીમાંથી પ્રમોશન આપી ખેડા-નડિયાદ ખાતે નવી રીતે સર્જાયેલ સુપરન્યુમરરી […]
સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં CM પતંગ ચગાવ્યો
‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનને આકાશમાં ઉડાવ્યો ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભવ્ય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ઉદ્યોગ ભવનની સામે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, ઘ-૪ ખાતે આયોજિત આ પતંગોત્સવમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જાેડાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પતંગ […]
વીડિયો કોલ પર પરિવારની નજર સામે કેનાલમાં ઝંપલાવ્યું
ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકના ચોપડે એક હૃદયદ્રાવક ઘટના નોંધાઈ છે, જેમાં સાસરી પક્ષના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક ૪૨ વર્ષીય યુવકે પોતાના જ ભાઈને વીડિયો કોલ કરી આપવીતી જણાવી કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ મામલે મૃતકના નાના ભાઈએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં પત્ની, સાસુ, બે સાળી અને બે સાળા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ […]
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ
શાળા કમિશનર કચેરી કોઈપણ ફાઈલ કે પત્ર હાર્ડ કોપીમાં નહીં સ્વીકારે : આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક પત્ર લખવામાં આવ્યો છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં તમામ ફાઈલ ઈ-સરકાર મારફતે જ ચલાવવા કમિશનર […]
અમદાવાદમાં ૪ શખસે છરીના ઘા ઝીંક યુવકને મોતને ઘાટ ઉતાર્યો
મિત્રની બહેન સાથે ફરવાની ના પાડતાં બોલાચાલી થઈ હતી, સમાધાન માટે બોલાવી ખૂની ખેલ ખેલ્યો અમદાવાદના મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ઉત્તરાયણની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જૂની અદાવતમાં કેટલાક શખસોએ યુવકને સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે […]
મોરબીમાં 112 જન રક્ષક વાને રીક્ષા-કારને હડફેટે લીધી
મોરબી નજીક લાભનગર પાસે 112 જનરક્ષક પોલીસ વાન દ્વારા રીક્ષા અને કારને હડફેટે લીધા હતા. જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાન ચાલક કોન્સ્ટેબલ સહિત કુલ છ લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સોમવારે રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે મોરબીના ધરમપુર […]
છતર GIDCમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે જીઆઇડીસીમાં નામ વગરના ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ટ્રક કન્ટેનર, બોલેરો પીકઅપ ગાડી તેમજ 5940 બોટલ દારૂ અને 27,600 દારૂના પ્લાસ્ટિકના ચપલા મળી આવતા દારૂ તથા વાહનો મળીને પોલીસે 1.17 […]
મોરબીમાં બાઇક સાઇડમાં ચલાવવા બાબતે યુવાનને માર માર્યો
મોરબીમાં કુળદેવી પાનથી સર્કિટ હાઉસ વચ્ચેના રસ્તા ઉપર બાઇક સાઇડમાં ચલાવવા બાબતે એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. કાર ચાલકે ગાળો આપી ફડાકો ઝીંક્યા બાદ અન્ય ચાર શખ્સોએ પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જે બાદ પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. […]
સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિએ સૂર્ય-ગૌપૂજા સહિત વિશેષ અનુષ્ઠાન
મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા અને ગૌપૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી. ગૌપૂજામાં ટેક્નોલોજીનો સંગમ મંદિર પરિસરમાં આયોજિત ગૌપૂજનમાં ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળાની ગૌમાતાનું વિધિવત પૂજન કરી ભોગ અર્પણ […]










