ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં જય ગોગા ગ્રુપ નહેરુ ચોકડી દહેગામ દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકા રબારી સમાજ શિક્ષણ સમિતિના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરાયું હતું. ધોરણ 5 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. દહેગામ તાલુકા રબારી […]
India
વૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના સહિત 2.07 લાખની મત્તા સેરવી પલાયન
ગાંધીનગર જિલ્લાના કલોલના 72 વર્ષીય વૃદ્ધાને મંઝિલ સુધી પહોંચાડવાના બહાને રીક્ષામાં બેસાડીને નજર ચૂકવી રિક્ષામાં સવાર ગેંગ સોનાના દાગીના – રોકડ રકમ મળીને કુલ રૂ.2.07 લાખની મત્તા તફડાવી ફરાર થઈ જતા કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડાથી રિક્ષામાં બેઠા ને અડાલજમાં ઉતારી દીધા કલોલની આઝાદનગર સોસાયટીમાં રહેતા 72 વર્ષીય કોકિલાબેન […]
દરિયાઈ વિસ્તારોમાં શંકાસ્પદ બોટોનું ચેકિંગ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય ખેંચતાણને પગલે ભારતીય દરિયાઈ સુરક્ષાને વધુ સુદ્રઢ અને અભેદ્ય બનાવવી અતિ આવશ્યક છે. સામાન્ય રીતે કોઈપણ આતંકવાદી ઘટના સમયે કે તેના તુરંત બાદનો સમયગાળો હાઈ એલર્ટનો હોઈ ખૂબ જ કટોકટીપૂર્ણ હોય છે. પરંતુ, સુરક્ષા નિષ્ણાતોના મતે આ બંને ગાળાઓ કરતાં પણ વધુ મહત્વનો સમય હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ […]
જામનગરના ત્રિકમરાયજી મંદિરે 551 દીવડાની ભવ્ય મહાઆરતી યોજાઈ
જામનગરના આણંદબાવા ચકલા સ્થિત પ્રાચીન શ્રી ત્રિકમરાયજી મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 551 દીવડાઓની દિવ્ય મહાઆરતી અને શ્રીસૂક્તમ-પુરુષસૂક્તમના 551 પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી ત્રિકમરાયજીના પૂજન-અર્ચનથી થઈ હતી. જ્ઞાતિના મહિલા અને પુરુષ સભ્યો દ્વારા સામૂહિક રીતે શ્રીસૂક્તમ અને પુરુષસૂક્તમના કુલ 551 પાઠનું પઠન કરાયું […]
જામનગરમાં 14 વર્ષીય તરુણીનું હાર્ટ એટેકથી નિધન
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણી આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ ઘટના રાજકોટમાં બની હતી, જ્યાં આનંદી પોતાના મામાના ઘરે ગઈ હતી. મળતી માહિતી મુજબ, આનંદી પુરુષોત્તમ માસના પ્રસંગે રાજકોટમાં તેના મામાના ઘરે ગઈ હતી. ગઈકાલે સાંજે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ તે અન્ય બાળકો સાથે રમી રહી હતી. […]
જામનગરમાં 3 વર્ષના બાળકનું મોત
જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા સાત નાલા મહાદેવ નગર વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં માયાભાઈ શધીયા (ગઢવી) નો ત્રણ વર્ષનો પુત્ર જયવીર ઘર પાસે રમતા રમતા અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગયો હતો. બાળક પાણીમાં પડ્યાની જાણ થતાં જ તેને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ ટૂંકી […]
રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ અભિનેતા વિક્રાંત મેસી સાથે દેશવ્યાપી વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું
રાષ્ટ્રીય રાજધાનીમાં માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પ્રખ્યાત અભિનેતા વિક્રાંત મેસી, વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા બોક્સર નૂપુર શિયોરાન અને પ્રખ્યાત કન્નડ અભિનેત્રી રાગિણી દ્વિવેદી સાથે દેશવ્યાપી વિશેષ સંસ્કરણનું નેતૃત્વ કર્યું હોવાથી પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નવી દિલ્હીમાં ૧૫,૦૦૦ થી વધુ ફિટનેસ ઉત્સાહીઓએ સાયકલ ચલાવી હતી […]
પંચાયતી રાજ મંત્રાલય ૯ જૂન ૨૦૨૬ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે આર્ત્મનિભર પંચાયત કાર્યક્રમ પર આઉટરીચ વર્કશોપનું આયોજન કરશે
ગુજરાતભરની પાત્ર ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાેડીને આ વર્કશોપ હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવશે ભારત સરકારનું પંચાયતી રાજ મંત્રાલય ૯ જૂન ૨૦૨૬ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે આર્ત્મનિભર પંચાયત કાર્યક્રમ પર એક આઉટરીચ વર્કશોપનું આયોજન કરી રહ્યું છે. આ વર્કશોપ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજ; પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત […]
રાજકોટ પોલીસની ‘ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦‘ અંતર્ગત કડક કાર્યવાહી
ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતા તત્વો સામે ‘ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦‘ અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી છે, ગુનેગારોને કમિશનની લાલચે પોતાના બેંક ખાતા ભાડે આપતા તત્વો પર પોલીસે ધોંસ બોલાવી છે. જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં સાયબર ફ્રોડ અંતર્ગત કુલ ૮ FIR નોંધીને ૧૬ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં ૮ આરોપીઓની […]
જામનગર પોલીસે ફુલઝર નદીના કાંઠે વાડી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા
જીલ્લામાં દારૂબંધી નો કડક અમલ થાય તે માટે પોલીસ સતર્કતાથી કામ કરે છે તેનો વધુ એક પુરાવો જાેવા મળ્યો હતો જેમાં, જામજાેધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે આવેલી વાડી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ, મોટા જથ્થામાં કાચો આથો અને વાહન […]










