ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં એક યુવાન અગાસી પરથી નીચે પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના તળાજાના દિન દયાલ નગર વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અંકિત ચાહું નામનો યુવાન અગાસી પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે અચાનક નીચે પટકાયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેની હાલત ગંભીર […]
India
ધ્રોલમાં જ્વેલર્સની દુકાનમાંથી રૂ. 17.58 લાખના દાગીના ચોરાયા
ધ્રોલ શહેરમાં એક જ્વેલર્સની દુકાનમાં મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા ચોરોએ તુલજા ભવાની જ્વેલર્સમાંથી આશરે રૂ. 17.58 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના ધ્રોલ નગરપાલિકા સામે ચંદ્રસિંહજી સ્કૂલ પાસે આવેલ તુલજા ભવાની જ્વેલર્સમાં બની હતી. દુકાનના માલિક […]
લાલપુરમાં તાલુકા ભાજપ પરિવારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી
લાલપુર શહેરમાં તાલુકા ભાજપ પરિવાર દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને પતંગ અને ફીરકીનું વિતરણ કરાયું હતું.આ વિતરણનો મુખ્ય હેતુ એ હતો કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો પણ ઉત્તરાયણના પર્વની ખુશીથી ઉજવણી કરી શકે. ભાજપ પરિવારે આ પહેલ દ્વારા સામાજિક સમાનતાનો સંદેશ આપ્યો હતો.આ પ્રસંગે ગ્રામ પંચાયતના […]
જામનગરમાં 78 પક્ષી, 23 વ્યક્તિ ઘાયલ
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં મકરસંક્રાંતિ પર્વ દરમિયાન પતંગ અને દોરાના કારણે કુલ 78 પક્ષીઓ ઘાયલ થયા હતા. આ ઉપરાંત, 23 વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી. તમામ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિઓમાંથી બે હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘાયલ થયેલા પક્ષીઓમાં 19 કબૂતર, એક કાગડો, એક કોયલ અને એક પોપટનો સમાવેશ […]
મુન્દ્રામાં પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા પર હુમલો
મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ અને મુન્દ્રા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજા પર ગત રાત્રિએ હુમલો થયો હતો. આ ઘટના મુન્દ્રાના આદર્શ ટાવર નજીક બની હતી વિજયસિંહ જાડેજા આદર્શ ટાવર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમની ગાડીને ટક્કર મારી હતી. જ્યારે વિજયસિંહ ગાડીમાંથી નીચે […]
ગાગોદર પોલીસે માર્ગ સલામતી માસની ઉજવણી કરી
ગાગોદર પોલીસે ગાગોદર ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026ની ઉજવણી કરી. આ ઉજવણી “શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન” થીમ હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફની ઉપસ્થિતિમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને, વાહનચાલકો અને નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા […]
આદિપુરમાં 19 જાન્યુઆરીએ બ્રહ્મસમાજની 111 દીકરીઓ પરિણય સૂત્રે બંધાશે
આગામી 19 જાન્યુઆરીએ આદિપુર ખાતે બ્રહ્મસમાજના 111 યુગલોના સમૂહ લગ્ન યોજાશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની કન્યાઓ પરિણય સૂત્રે બંધાશે. દરેક કન્યાને બે લાખ રૂપિયાનું કરિયાવર આપવામાં આવશે. મુખ્ય દાતા ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના બાબુભાઈ હુંબલે અન્ય સમાજોની અનાથ દીકરીઓ માટે પણ સમૂહ લગ્ન કરાવવાનો સંકલ્પ લીધો છે. આયોજન અંગે ભુજ […]
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર ઠંડીનો ડબલ ડોઝ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ઠંડીનું જોર ઘટતું જોવા મળશે. જોકે આગામી 24 કલાક બાદ ફરી એકવાર તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ હાલમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો પ્રવર્તી રહ્યા છે. છેલ્લા […]
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રારંભ
રાજકોટ, જામનગર અને મોરબીનો આ ત્રિકોણ ‘મિની જાપાન‘ બનાવવાનું સપનું આજે હકીકત બન્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૬ના પ્રારંભ બાદ ગુજરાતની પ્રથમ સુખદ યાત્રામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનતા જણાવ્યું હતું કે, આજે ‘વિકાસ અને વિરાસત‘ના મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. બે દાયકા પૂર્વે એક સપનાથી શરૂ […]
“ભાજપના મંત્રીઓ જૂઠું બોલે છે, ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ!”: આપ નેતા ચૈતર વસાવાનો હુંકાર
આમ આદમી પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી ફરીવાર રાજકારણ ગરમાયું છે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આમ આદમી પાર્ટીની જંગી સભાને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર અને આદિજાતિ મંત્રીઓ પર આકરા પ્રહારો કર્યા છે. જમીન સંપાદનથી લઈને નેતાઓની અઢળક સંપત્તિ મુદ્દે ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ભાજપ […]










