સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પંથકમાં 42 મીમી અને લખતર પંથકમાં 19 મીમી વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ છે. જેમાં વઢવાણ તાલુકામાં 10 મીમી, ચુડા તાલુકામાં 7 મીમી, લીંબડી તાલુકામાં 6 મીમી અને ધ્રાંગધ્રા તાલુકામાં 2 મીમી વરસાદ નોંધાયો છે. મોસમ દરમિયાન […]
India
વઢવાણમાં 94.38 લાખનો જપ્ત દારૂનો નાશ
વઢવાણના સ્વામીની ખાણ ખાતે સુરેન્દ્રનગર પોલીસે મોટા પ્રમાણમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કર્યો છે. આ દારૂની કિંમત 94.38 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલી કુલ 11,725 ઇંગ્લિશ દારૂની બોટલોનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત 94,38,463 રૂપિયા થાય છે. વઢવાણ એસડીએમ મેહુલ […]
રાજકોટમાં ચાંદીપુરા કેસ આવતા 200 ઘરોની તપાસ
રાજકોટમાં ચાંદીપુરાનો એક કેસ પોઝિટિવ આવ્યા બાદ વહીવટી અને આરોગ્યતંત્ર એલર્ટ થઈ ગયુ છે. મધ્યપ્રદેશથી ગોંડલના પાંચિયાવદર ગામે પરિવાર સાથે આવેલી 3 માસની બાળકીનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં 200 ઘરોમાં 1000 થી વધુ લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. હાલ હોસ્પિટલમાં એક દર્દી વેન્ટિલેટર ઉપર તો 3 બાળ દર્દી દાખલ છે. હાલ 6 […]
પાંચવડા ગામ પાસે કોહવાયેલી હાલતમાં લાશ મળી, હત્યાની આશંકા
જસદણ તાલુકાના પાંચવડા ગામ નજીક નદી કાંઠેથી એક બંધ સૂટકેસમાંથી અજાણ્યા શખ્સનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી લાશને સૂટકેસમાં ભરી ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના ધ્યાનમાં આવ્યું કે પાંચવડા ગામ નજીક નદીના કાંઠે એક બિનવારસી અને શંકાસ્પદ […]
રાજકોટમાં છેલ્લા 1 મહિનામાં ફૂડ વિભાગનું 1095 સ્થળે સઘન ચેકિંગ, 96 જગ્યાએથી નમૂના લેવાયા
રાજકોટમાં પ્રજાના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા અને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી મેયર ડો. નેહલ શુકલ દ્વારા અખાદ્ય પદાર્થોના ચેકીંગ માટેનાં આદેશો અપાયા હતા. મેયરનાં આદેશ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અને છેલ્લા 1 મહિનામાં કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓ સામે વ્યાપક અને સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સમયગાળા […]
મોરબી-બોટાદના મત્સ્યઉદ્યોગ અધિકારી રાજકોટમાં 50 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક નજીક ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી સફળ ટ્રેપ ગોઠવીને બોટાદ મત્સ્ય ઉદ્યોગના ઇન્ચાર્જ અધિક્ષકને રૂ. ૫૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. સરકારી કામકાજ માટે ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા અને રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત કરવાના બહાને ક્લાસ-૨ અધિકારી દ્વારા આ રકમની માંગણી કરવામાં આવી […]
વાંગચુક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે માંગરોળમાં કોંગ્રેસની આક્રોશ રેલી
દિલ્હીમાં દેશના પર્યાવરણવિદ્ સોનમ વાંગચુક, યુવાનો અને વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ તેમજ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની અન્યાયી અટકાયતના વિરોધમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માંગરોળ ખાતે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની સીધી આગેવાની હેઠળ વિશાળ વિરોધ રેલી અને ઉગ્ર આંદોલનાત્મક પ્રદર્શન યોજાયું હતું. કેન્દ્ર સરકારની […]
જૂનાગઢ SOGએ ઓડીશાથી પાર્સલમાં મંગાવેલો 2.51 લાખથી વધુનો ગાંજો ઝડપ્યો
જૂનાગઢ શહેરમાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વો દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે અવનવા રસપ્રદ કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે ગુનેગારોની તમામ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. તાજેતરમાં જૂનાગઢ શહેરમાં ઓડીશા રાજ્યમાંથી ટપાલ એટલે કે પોસ્ટ મારફતે મંગાવવામાં આવેલો વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડવામાં જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ […]
રાજકોટ શહેર પોલીસના 49 પોલીસકર્મીને હેડ-ક્વાર્ટરમાં મુકાયા
રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર બાદ શહેર પોલીસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગઈકાલે(22 જુલાઈ) રાતે એક સાથે 49 પોલીસ કર્મચારીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ […]
સિહોર પંથકમાં સિંહે ગાયનું મારણ
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ધ્રૂપકા ગામના વાડી વિસ્તારમાં સિંહે એક ગાયનું મારણ કર્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજપરા ખોડીયાર મંદિર નજીક આવેલા ધ્રૂપકા ગામના વાડી વિસ્તારમાં સિંહની ગતિવિધિ જોવા મળી હતી. ભરતભાઈ મેર નામના રહેવાસીની વાડી નજીક સિંહે ગાયનું મારણ કર્યું […]










