International

તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ભારત અને પાકિસ્તાનને સંબંધોમાં તણાવ ઓછો કરવા અપીલ કરી

વધુ ૧ દેશન નેતાને કંગાળ પાકિસ્તાન પર ઊભરાયો પ્રેમ તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ભારતના જમ્મુ-કાશ્મીરના પહલગામ પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાના કારણે ભારત-પાકિસ્તાન સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને બંને દેશોને તણાવ ઓછો કરવા અપીલ કરી છે પણ એર્દોગનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તુર્કીના […]

International

લિબરલ પાર્ટીના નેતા માર્ક કાર્નીએ બહુમત સાથે કેનેડાની ચુંટણીમાં ઇતિહાસ રચ્યો

ખાલિસ્તાન સમર્થક જગમીતની દ્ગડ્ઢઁ પાર્ટીને કારમી હાર, આપ્યું રાજીનામું કેનેડામાં ૨૮ એપ્રિલના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું મતગણતરી બાદ પરિણામ સામે આવ્યું છે. મતગણતરીના શરુઆતી ધોરણો મુજબ માર્ક કાર્નીની લિબરલ પાર્ટી ૩૪૩ બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી રહી છે. ડાપ્રધાન માર્ક કાર્નીની લિબરલ પાર્ટી ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. પોતાના સમર્થકોને સંબોધતા […]

International

યુરોપમાં એક સાથે અનેક દેશોમાં વીજળી ગુલ, બસ, મેટ્રો, રેલ્વે, વિમાની, હોસ્પિટલ સહિતની અનેક આવશ્યક સેવાઓ ઠપ

યુરોપના મોટાભાગના વિસ્તારોમાં અચાનક બ્લેક આઉટ થયું છે. વાહન વ્યવહાર પર વીજળી કાપની અસર દેખાઇ રહી છે. તો સાથે જ નેટવર્ક બંધ થતા મોબાઇલની સમસ્યા પણ જાેવા મળી રહી છે. આ તમામ સમસ્યાનું સમાધાન વહેલી તકે લાવવા માટે પ્રયાસ શરુ છે. યુરોપમાં એક સાથે અનેક દેશોમાં વીજળી બંધ થઈ જતા હાહાકાર મચી ગયો છે. ફ્રાન્સ, […]

International

કેનેડાના વેનકુવર સિટીમાં ફિલિપિનો ફેસ્ટિવલમાં કાર અકસ્માતમાં ૧૧ ના મોત, ૨૦ ઘાયલ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને સોમવારની તમામ ચૂંટણી સભાઓ મોકૂફ રાખી કેનેડાના વેનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રાત્રે ૮.૧૫ વાગ્યે ફ્રેઝર વિસ્તારમાં લાપુ લાપુ […]

International

ઈઝરાયલનો ગાઝા અને લેબેનોનમાં ભયાનક હુમલો; છેલ્લા ૨૪ કલાકમાં ૫૧ લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત

છેલ્લા ૨૪ કલાકમાં ઇઝરાયેલે ગાઝા અને લેબેનોન પર ભયંકર હુમલાઓ કર્યા છે જેમાં ૫૧ લોકોના મોત નિપજ્યા હતા. ઇઝરાયેલ દ્વારા ગાઝા ઉપરાંત લેબેનોન પર પણ હવાઇ હુમલો કરાયો હતો. આ બન્ને હુમલામાં વધુ ૫૫ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વનું છે કે, આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પર […]

International

રશિયામાં જનરલની હત્યા કરનારા કાર બોમ્બ હુમલાના શંકાસ્પદની ધરપકડ

રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ પ્રમાણે આ હુમલો યુક્રેનથી છોડવામાં આવેલો રિમોટ-કંટ્રોલ કાર બોમ્બ હતો રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, મૉસ્કો પાસે અમારા એક વરિષ્ઠ સૈન્ય અધિકારીની હત્યામાં આ વ્યક્તિ સામેલ હતો. આ સમગ્ર ઘટના અંગે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, કારમાં વિસ્ફોટક […]

International

યુએસમાં ગેરકાયદે વસાહતીઓને ધરપકડથી બચાવવાના આરોપમાં એક મહિલા જજની એફબીઆઈ દ્વારા ધરપકડ

અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર દ્વારા લેવામાં આવ્યું મોટું પગલું અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદે વસાહતીઓને મુદ્દે ચર્ચામાં છે ત્યારે હવે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) દ્વારા ગેરકાયદે વસાહતીને ઇમિગ્રેશન સત્તાવાળાઓની ધરપકડ ટાળવામાં મદદ કરવા બદલ મિલ્વોકીના જજની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે જજની ધરપકડ ભાગ્યે જ થતી હોવાથી […]

International

ઈરાનના બંદર પર પ્રચંડ બ્લાસ્ટ; ઓછામાં ઓછા ૫ લોકોના મોત, ૭૦૦થી વધુ લોકો ઘાયલ

પરમાણુ વિસ્ફોટ હોય એટલી અસરથી ધરતી ધ્રુજી ઉઠી, રહેણાંકી વિસ્તારોમાં દોડધામ ઇરાનના શાહીદ રાઝાઇ પોર્ટ પર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો તિવ્ર હતો કે દૂર સુધી તેની અસર જાેવા મળી હતી. આ વિસ્ફોટમાં પાંચ જેટલા લોકો માર્યા ગયા છે જ્યારે ૭૦૦થી વધુ ઘવાયા છે. એક તરફ ઇરાન અને અમેરિકાની વચ્ચે ઓમનમાં વાટાઘાટો માટે […]

International

કેનેડાના વાનકુવરમાં વાર્ષિક લાપુ લાપુ સ્ટ્રીટ ફેસ્ટીવલમાં ભીડ પર એસયુવી કાર ફરી વળી, અનેકના મોતની આશંકા

કેનેડાના વાનકુવર શહેરમાં એક ભયાનક ઘટના બની હતી જેમાં વાર્ષિક લાપુ લાપુ સ્ટ્રીટ ફેસ્ટીવલમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ પર પૂરપાટ દોડતી એસયુવી કાર ફરી વળી હતી. આ દુર્ઘટના છે કે કોઈ હુમલો તે વિશે હજુ કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ આ ઘટનામાં અનેક લોકોના મોત જ્યારે ડઝનેકથી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. […]

International

ઈટાલીમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે ૧૫ મિનિટની બેઠક યોજાઇ

ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસમાં થયેલા વિવાદ બાદ બન્ને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે આ પહેલી મુલાકાત આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વોશિંગ્ટન ખાતે વ્હાઇટ હાઉસમાં બે રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ચર્ચા દરમિયાન થયેલા વિવાદ બાદ બન્ને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. ઈટાલીના પાટનગર રોમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે ૧૫ મિનિટની બેઠક યોજાઇ હતી. માનવામાં આવી રહ્યું […]