International

પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે એડવાઇઝરી જારી કરી, કહ્યું ‘રશિયન નાગરિકો પાકિસ્તાન આવવાથી બચો’

ભારતના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર કડક પગલાં ભર્યા છે. આ દરમિયાન પાકિસ્તાન સ્થિત રશિયાના દૂતાવાસે પોતાના નાગરિકોને પાકિસ્તાન નહીં જવા ચેતવણી આપી છે. દૂતાવાસે નાગરિકોને કહ્યું છે કે હાલમાં પાકિસ્તાનની યાત્રા ના કરો. રશિયાના દૂતાવાસે એક નિવેદનમાં તેના નાગરિકોને કહ્યું છે કે, હાલમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવભરી […]

International

ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર ભયાનક વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના; ૨૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત

ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર એક ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગવાની ઘટના બની છે. આ ધડાકામાં ૨૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ વિસ્ફોટ ભયાનક હોવાનું કહ્યું છે. ઈરાની મીડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા ૪૦૬ પર પહોંચી ગઈ છે. ઘાયલોમાંથી અનેક લોકોને હોર્મોજગાન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના […]

International

લંડનમાં પાકિસ્તાની અધિકારીની શરમનાક કરતૂત; પાક. દૂતાવાસના અધિકારીએ ગળું કાપી નાખવાની ધમકી આપી

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ, વિશ્વભરમાં ભારતીય સમુદાય ગુસ્સે છે અને પાકિસ્તાન સામે વિરોધ કરી રહ્યો છે ત્યારે લંડનમાં પાકિસ્તાની દૂતાવાસના અધિકારીએ લાજશરમ નેવે મૂકી દેખાવો કરી રહેલા ભારતીયોને ગળું કાપી દેવાનો ઈશારો કર્યો છે. લંડનમાં પહલગામમાં ૨૬ લોકોની બર્બરતાપૂર્વક હત્યા બદલ પાકિસ્તાન દૂતાવાસની બહાર ભારત વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતાં. […]

International

પાકિસ્તાની સેનાના પ્લેન લેન્ડીંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગ; લાહોર એરપોર્ટ પર અંધાધૂંધી મચી ગઈ

પાકિસ્તાનમાં તો એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતી પાકિસ્તાનના લાહોરમાં સેનાના વિમાનના લેન્ડિંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હડકંપ મચી જવા પામ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની સેના દ્વારા એરપોર્ટનો કબ્જાે લઇ લેવામાં આવ્યો છે. એકાએક લાગેલી આગને પગલે તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે. પાકિસ્તાન આર્મીના વિમાનના લેન્ડિંગ […]

International

પાક વિદેશ મંત્રી ઈશાક ડારે ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂત જિયાંગ ઝેડાંગ સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે લીધેલા કડક પગલાથી ગભરાયુ કંગાળ પાકિસ્તાન ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ભયંકર આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે લીધેલા કડક પગલાથી કંગાળ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા પાકિસ્તાને આજે નવા દાવપેચ શરૂ કર્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે નિષ્પક્ષ […]

International

ભારત-પાકિસ્તાન વચ્ચે હજારો વર્ષથી સીમા વિવાદ છે પરંતુ, મને વિશ્વાસ છે કે, પાકિસ્તાન કોઈ પ્રકારે તેનું સમાધાન લાવી દેશે. હું બંને નેતાઓને ઓળખું છું: ટ્રમ્પ

પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન મુદ્દે અમેરિકી પ્રમુખનું નિવેદન આવ્યું ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલા પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાને લઈને ભારતે પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કડક પગલા લીધા છે. જેના કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે ત્યારે હવે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ‘હું ભારત […]

International

બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સંધિ વિવાદ પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરતા કહ્યું, નદીમાં લોહી વહેશે

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ફરીવાર ઝેર ઓકયું ભારત દ્વારા જમ્મુ-કસમીરના પહાલગામમાં થયેલ આતંકી હુમલા બાદ લેવામાં આવેલ કડક પગલાં ના કારણે પાકિસ્તાનના મોટા નેતાઓના હોશ ઉડી ગયા છે તથી હવે તેમણે ઝેર ઓકવયનું ચાલુ કરી દીધું છે. આ સંદર્ભમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના પ્રમુખ અને વડા પ્રધાન શાહબાઝ શરીફના […]

International

થાઈલેન્ડના સમુદ્રમાં એક પોલીસ વિમાન ક્રેશ થતાં ૬ પોલીસકર્મીઓના કરૂણ મોત

થાઈલેન્ડમાં સર્જાઈ ભયાનક હવાઈ દુર્ઘટના થાઈલેન્ડનું એક પોલીસ વિમાન અચાનક સમુદ્ર ઉપર ક્રેશ થયું હતું. આ વિમાનમાં ૬ પોલીસકર્મીઓ સવાર હતા. વિમાન દુર્ઘટનામાં તમામ પોલીસકર્મીઓના દુ:ખદ મોત નીપજ્યા છે. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ હવાઈ દુર્ઘટના અંગે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, અહીં વિમાન ક્રેશ થવા અંગેની માહિતી મળી હતી. […]

International

આ દુ:ખદ ઘડીમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે, આતંકીઓ વિરુદ્ધ પ્રક્રિયામાં સાથે રહવા સમર્થન

જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા બાદ અમેરિકાનું ભારતને ટેકો અમેરિકાએ ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે આ દુ:ખદ ઘડીમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, ‘પ્રમુખ ટ્રમ્પ અને વિદેશમંત્રી રુબિયોએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે અમેરિકા […]

International

રશિયાનો યુક્રેન ની રાજધાની કીવ પર ડ્રોન-મિસાઈલો દ્વારા હુમલો; ૯ના મોત, ૭૦ લોકો ઇજાગ્રસ્ત

રશિયાએ યુક્રેન વિરુદ્ધના યુદ્ધને વધુ આક્રમક બનાવ્યું રશિયા દ્વારા ફરી એકવાર યુક્રેન પર હુમલો કર્યો છે જેમાં રાજધાની કીવમાં ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરતા ૬ બાળકો સહિત ૯ લોકોના મોત અને ૭૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. યુક્રેનાના અધિકારીઓે રશિયા દ્વારા કરાયેલા હુમલાની માહિતી આપી […]