વોશિંગ્ટન વોશિંગ્ટન અને બૈજિંગ વચ્ચે કંપનીઓના અમેરિકામાં ટ્રેડિગં કરતી કંપનીઓની વધુને વધુ માહિતી લાવવા અંગે લાંબા સમયથી ચાલતા વિવાદની વચ્ચે સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશને (એસઇસી)એ ગુરુવારે આ નિયમ પસાર કર્યો હતો. એસઇસીના જણાવ્યા મુજબ વિદેશી અધિકાર ક્ષેત્રમાં ઓડિટરનો ઉપયોગ કરનારી કંપનીઓએ પણ તે સુનિશ્ચિત કવું પડશે કે તેમની માલિકી કે કંટ્રોલ સરકારી એકમના હાથમાં નથી. […]
International
ન્યુયોર્કમાં ઓમિક્રોનના ૫ કેસ અને ફ્રાન્સમાં ૮ કેસ નોંધાતા સરકારો ચિંતિત
ન્યુયોર્ક વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાતોની ટીમ દક્ષિણ આફ્રિકાના ગાઉટેન્ગ પ્રાંતમાં ધસી ગઇ છે. ઓમિક્રોનનું કેન્દ્ર ગણાતાં આ પ્રાંતમાં સર્વિલિયન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવામાં આવ્યું છે. આ ટીમ હાલ નવા વાઇરસના જેનોમિક સિકવન્સિંગ કરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં ૮૦ ટકા કોરોનાના કેસ ગાઉટેન્ગ પ્રાંતમાં નોંધાયા છે. ગુરૂવારે આ પ્રાંતમાં નવા ૧૧,૫૦૦ કેસો નોંધાયા હતા જે […]
ભારતે વાંધો ઊઠાવતા ચીને શ્રીલંકાના ઊર્જા પ્રોજેક્ટ બંધ કરવો પડયો
કોલમ્બો શ્રીલંકન સરકારે ડીપ-સી કન્ટેનર પોર્ટ વિકસાવવા માટે ભારત અને જાપાન સાથેનો ત્રીપક્ષીય કરાર રદ કર્યાના મહિનાઓ પછી ગયા મહિને કોલોમ્બો પોર્ટનું પૂર્વીય કન્ટેનર ટર્મિનલ વિકસાવવા માટે સરકારી માલિકીની ચીન હાર્બર એન્જિનિયરિંગ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ચીન બેઈજિંગના વિવાદાસ્પદ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ) પ્રોજેક્ટ હેઠળ શ્રીલંકામાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. […]
ચીનમાં મહિલા ટેનિસની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ નહીં યોજાય
વોશિંગ્ટન ચીનમાં અત્યાર સુધી દર વર્ષે મહિલા ટેનિસની કુલ ૧૦ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન થતું હતુ. જેમાં વર્ષની અંતિમ ટુર્નામેન્ટ – ડબલ્યુટીએ ફાઈનલ્સનો પણ તેમાં સમાવેશ થાય છે. તે છેલ્લા એક દાયકાથી ત્યાં યોજાતી હતી. જે હવે બંધ થઈ જશે.વિશ્વની ટોચની ડબલ્સ મહિલા ખેલાડી પેંગ શુઆઈએ ચીનના ટોચના રાજનેતા પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો. જે […]
કોર્ટનો ચુકાદો ટેબ્લોઇડ ઉદ્યોગને નવો આકાર આપશે ઃ માર્કલ
લંડન લંડનમાં કોર્ટ ઓફ અપીલે ફેબુ્રઆરીમાં હાઇકોર્ટે આપેલા ચુકાદાને જાળવી રાખ્યો હતો. મેઘન માર્કલે તેના પિતાને પત્ર લખ્યો તેને અખબારે જાહેર કર્યો તેનો કાયદાકીય જંગ લાંબા સમયથી ચાલતો હતો. તેના પછી માર્કલ પ્રિન્સ હેરી સાથે લગ્ન કરીને ડચેસ ઓફ સસેક્સ પણ બની. માર્કલે આ રીતે પત્રના પ્રકાશનને તેની પ્રાઇવસીનો ભંગ ગણાવ્યો હતો. પ્રકાશકે હાઇકોર્ટના ચુકાદાને […]
એચએસબીસીને સૌથી વધુ ૨૦ કરોડ ડોલરનો દંડ
બ્રસેલ્સ ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કાર્ટેલ રચવા બદલ યુરોપિયન યુનિયને ચાર બેંકોને કુલ ૩૯ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે તેમ યુરોપિયન યુનિયને એક નિવેદનમાં જણાવ્યું છે. ફોરેન એક્સચેન્જ સ્પોટ ટ્રેડિંગ કાર્ટેલમાં સાંઠગાંઠ રચવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. કાર્ટલ રચવાને કારણે આ બેંકોને કરન્સી ડીલમાં રહેલા જાેખમનો ઓછો સામનો કરવો પડતો હતો. સૌથી વધુ ૨૦ […]
નોર્વેના પાટનગર ઓસ્લોમાં ઓમિક્રોનના ૫૦ કેસ
ઓસ્લો, દુનિયાભરમાં નવા નિયંત્રણો લાગુ પાડવામાં આવી રહ્યા છે પણ યુરોપમાં નેતાઓને ભારે તકલીફ પડી રહી છે કેમ કે સામૂહિક રસીકરણને પગલે કોરોના મહામારીનો અંત આવી જશે તેવી તેમની ધારણાં ખોટી પડી છે. જેને પગલે લોકોને નિયંત્રણો સ્વીકારવા માટે રાજી કરવા એ મુશ્કેલ કામ બની રહ્યું છે. નેધરલેન્ડમાં પાંચ વાગે લોકડાઉન જાહેર થવાને પગલે લોકો […]
જર્મની હવે રશિયા-સ્વિડનની મેચના વિજેતા સામે ટકરાશે
ઈન્સબુ્રક જર્મનીના જેન-લેન્નાર્ડ સ્ટ્રફે ત્રણ સેટના સંઘર્ષમય મુકાબલામાં ૭-૬ (૮-૬), ૩-૬, ૬-૨થી નોરીને હરાવ્યો હતો. હવે વિજેતાનો ર્નિણય ડબલ્સ ટાઈથી લેવાનો હતો. જેમાં જર્મનીના કેવિન ક્રાવિટ્ઝ અને ટીમ પ્યુટ્ઝની ટક્કર જાે સેલ્સબરી અને નેલ સ્કુપસ્કી સામે હતી. ખરાખરીના મુકાબલામાં જર્મન જાેડીએ પ્રથમ સેટમાં ચાર સેટ પોઈન્ટ બચાવ્યા હતા. અત્યંત તનાવભર્યા મુકાબલામાં જર્મનીએ ૭-૬ (૧૨-૧૦), ૭-૬ […]
ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં રોહિત પાંચમા અને કોહલી છઠ્ઠા સ્થાને યથાવત્
દુબઈ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરની ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. જેમાં બુમરાહે પણ ભાગ લીધો નહતો. તેને એક સ્થાન પાછળ ફેંકાતા ૧૦માં ક્રમે આવી પહોંચ્યો છે. જ્યારે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપનારા શાહીન આફ્રિદીએ આઇસીસી ટેસ્ટ બોલર્સમાં ટોપ ફાઈવમાં સ્થાન મેળવી લીધું છે. રવિન્દ્ર જાડેજાને બોલર્સમાં બે સ્થાનના સુધારા સાથે ૧૯મો ક્રમ […]
જર્મનીમાં બીજા વિશ્વયુદ્વ દરમિયાનના બોંબ ઘણી વાર વિસ્ફોટ થાય છે
મ્યૂનિચ જર્મનીના મ્યૂનિચ શહેરમાં બીજા વિશ્વયુદ્ધ સમયનો એક બોંબ અચાનક ફાટતા અફરાતફરી મચી ગઇ હતી. ૩ લોકો ઘાયલ થયા જેમાંથી એકની હાલત ગંભીર માનવામાં આવે છે. આ વિસ્ફોટ એક કન્સ્ટ્રકશન સાઇટ પર થયો હતો. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર મુખ્ય સ્ટેશન પાસે એક પૂલની સાવ અડીને ડ્રિલિંગ કામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની હતી.વિસ્ફોટના કારણે […]








