લોસએન્જલસ પાકિસ્તાની ફિલ્મ ‘જાેયલેન્ડ’ની ટીમ – ૭૫મા ફિલ્મ ફેસ્ટિવલમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે – રેડ કાર્પેટ પર શટરબગ્સ માટે પોઝ આપી રહી છે. પરંતુ તેમની વચ્ચે અલીના ખાન નામની ટ્રાન્સજેન્ડર અભિનેત્રીએ પણ રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું હતું. તેના ડેબ્યૂને લઇને સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ થઇ રહી છે. ખાને સેમ સાદિકની ફીચર ફિલ્મમાં અભિનય કર્યો હતો. […]
International
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અભિનેત્રી હેલી શાહે લોકોને મંત્રમુગ્ધ કર્યા
લોસએન્જલસ હેલી શાહનો જન્મ અમદાવાદમાં થયો હતો. હેલી એક ટ્રેઈન્ડ ડાન્સર છે, તેણે ઝલક દીખલાજામાં પણ ભાગ લીધો હતો. હેલી જ્યારે ધોરણ ૮માં અભ્યાસ કરી રહી હતી, ત્યારે જ તેણે ડેબ્યૂ કર્યું હતું. હેલીએ ૨૦૧૦માં સ્ટાર પ્લસના શો ગુલાલથી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય ૧૬ વર્ષની ઉંમરે હેલીને લાઈફ ઓકેની સીરિયલ લક્ષ્મી-હમારી […]
ટેક્સાસ ફાયરિંગ મામલે બાઈડેને કહ્યું બંદૂક રાખવાના કાયદામાં ફેરફાર કરીશું
ટેક્સાસ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેને કહ્યું કે રોબ એલિમેંટ્રી સ્કૂલની ઘટના ઘણી દુઃખદ છે. રાષ્ટ્રને સંબોધિત કરતા બાઇડેને કહ્યું કે આ એક્શન લેવાનો સમય છે. આપણે તે લોકોને બતાવવાની જરૂર છે કે જે કોમન સેન્સ ગન લો માં લેટ કરે છે કે વિધ્ન નાખે છે તેને આપણે ભૂલીશું નહીં. અમારી પ્રાર્થના તે માતા-પિતા માટે છે […]
૭૭ વર્ષમાં સૌથી ભયાનક જંગ ઃ ઝેલેન્સ્કી
કિવ રશિયા છેલ્લા ત્રણ મહિનાથી યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ રશિયા પર પૂર્ણ યુદ્ધ શરૂ કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે, તે છેલ્લા ત્રણ મહિનાથી વધુમાં વધુ લોકોને મારવાની અને તબાહી મચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મંગળવારે યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં લડાઈ ઉગ્ર બની છે. રશિયન સેનાએ સીવિએરોદોનેત્સ્ક અને તેની આસપાસના શહેરોને […]
અમેરિકાના ટેક્સાસની શાળામાં ફાયરિંગમાં ૨૩ લોકોના મોત
ટેક્સાસ અમેરિકામાં ફરીથી અંધાધૂંધ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ટેક્સાસની એક શાળામાં આડેધડ ફાયરિંગમાં ૧૯ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે જ્યારે બે શિક્ષક સહિત અન્ય ત્રણ લોકોના પણ મોત થયા છે. આ ઘટનાને અંજામ આપનારો ૧૮ વર્ષનો હુમલાખોર પણ માર્યો ગયો હોવાના સમાચાર છે. ઘટનાએ સમગ્ર અમેરિકાને હચમચાવી નાખ્યું છે. આ ઘટનાની જાણકારી પ્રાંતના રાજ્યપાલે આપી. […]
ભારત-અમેરિકા વચ્ચે સાચા અર્થમાં એક વિશ્વાસની ભાગીદારી- પીએમ મોદી
ટોક્યો જાપાનના ટોક્યોમાં ક્વાડ સમિટનું આયોજન થયું છે. ટોક્યોમાં વિશ્વના ધુરંધર નેતાઓની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. આજે સવારે ક્વાડના સભ્ય દેશોના નેતાઓની બેઠક થઈ અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ. આ દરમિયાન પીએમ મોદીએ ઉલ્લેખ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચે ભરોસાની મિત્રતા છે. પીએમ […]
ઓડિયો ક્લિપથી થયો મોટો ખુલાસો ઃ ચીન તાઈવાન પર હુમલો કરશે
બેઇજિંગ જાપાનમાં યોજાનાર ક્વાડ સંમેલન પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેને ચીનને સંદેશ આપ્યો છે. બાઇડેને કહ્યુ કે જાે ચીન તાઇવાન પર હુમલો કરશે તો અમેરિકા તેનો જવાબ આપશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે, તાઇવાન પર હુમલા વિશે વિચારી ચીન ખતરા સાથે રમી રહ્યું છે. તેની કિંમત બેઇજિંગે ચુકવવી પડશે. તેમણે કહ્યું કે, અમે વન ચાઇના પોલિસી […]
ટાઈમ મેગેઝિને ઝેલેનસ્કી, પુતિન, અદાણીને પોતાના લિસ્ટમાં સામેલ કર્યા
વોશિંગટન વિશ્વના જાણીતા ટાઇમ મેગેઝિને દુનિયાના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની વાર્ષિક યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, સુપ્રીમ કોર્ટના વકીલ કરૂણા નંદી અને કાશ્મીરી એક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝનું નામ સામેલ છે. ટાઈમની યાદીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી, મિશેલ ઓબામા, એપ્પલના સીઈઓ ટિમ કુકનું નામ પણ સામેલ છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેન, […]
તાઇવાનની સાથે અમેરિકા મજબૂતીથી ઊભા રહેતા ચીનમાં થઇ હલચલ
બેઇજિંગ અમેરિકી રાષ્ટ્રપતિના આ નિવેદને રાષ્ટ્રીય એકીકરણ કરવાની શી જિનપિંગની યોજનાને સંકટમાં મુકી દીધી છે. ચીનની મુખ્યભૂમિ સાથે તાઇવાનનું એકીકરણ કરવું રાષ્ટ્રપતિ જિનપિંગનો મોટો રાજકીય વાયદો છે. જેને આ વર્ષે રાષ્ટ્રપતિ તરીકે ત્રીજા કાર્યકાળ માટે કમ્યુનિસ્ટ પાર્ટીની મંજૂરી મળવાની આશા છે. કમ્યુનિસ્ટ પાર્ટીનું પાંચ વર્ષમાં એકવાર થતું સંમેલન આગામી મહિનાઓમાં થવાની શક્યતા છે. અમેરિકાના નિવેદન […]
જાે ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકા કાર્યવાહી કરશે ઃ બાઈડન
ટોક્યો યુક્રેન યુદ્ધ વચ્ચે તાઈવાનને ડરાવવાની કોશિશ કરી રહેલા ચીનને પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ખુલ્લી ચેતવણી આપી છે. ક્વાડ મીટિંગમાં ભાગ લેવા જાપાન પહોંચેલા બાઈડને એક બેઠકમાં કહ્યું હતું કે જાે ચીન દ્વારા તાઈવાન પર હુમલો કરવામાં આવશે તો અમેરિકા સૈન્ય કાર્યવાહી કરશે. તેમે વધુમાં કહ્યું કે ચીન તાઈવાન સરહદમાં ઘૂસણખોરી કરીને જાેખમ ઉઠાવી […]





