બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે 15મી માર્ચે એટલે કે આજે પોતનો 27મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે.આલિયાએ બહેન શાહિન તથા આકાંક્ષા રંજન સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સેલિબ્રેશનની ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આલિયા બે કેક કાપતી જોવા મળી હતી.
વાયરલ થયેલા ફોટોઝ અને વીડિયોમાં આલિયા વ્હાઇટ શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે, તેની સામે બે કેક મૂકેલી છે અને તે બંને કેક એકસાથે કાપવાનો ટ્રાય કરી રહી છે. વીડિયોમાં આલિયા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
આલિયા ભટ્ટની ખાસ ફ્રેન્ડ મેઘના ગોયલે ઈન્સ્ટા સ્ટોરીમાં આલિયાના બર્થડે સેલિબ્રેશનની ફોટોઝ તથા વીડિયો શૅર કર્યાં હતાં, જેમાં આલિયા બે કેક બે ચાકુથી કાપતી જોવા મળી હતી. અન્ય એક તસવીરમાં આલિયા, શાહિન તથા આકાંક્ષા 12 વાગ્યાની રાહ જોતા હતાં. આકાંક્ષાએ પણ આલિયાનો ફની વીડિયો શૅર કર્યો હતો.જોકે, આ તમામ તસવીરો તથા વીડિયોમાં રણબીર કપૂર ક્યાંય જોવા મળ્યો નથી.
આલિયાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ હાલમાં અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં વ્યસ્ત છે. આ ફિલ્મ ચાર ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આલિયા ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં કામ કરી રહી છે. આ ફિલ્મ હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ સાઉથ ડિરેક્ટર રાજમૌલીની ફિલ્મ ‘RRR’માં પણ કામ કરી રહી છે.