*અખિલ કરછ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજના પ્રમુખ હનીફબાવા પઢિયારનો સંદેશ*
અખિલ કરછ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજના પ્રમુખ હનીફબાવા પઢિયારે પોતાના સંદેશમાં કરછની જનતાને અપીલ કરી છે કે કોરોના મહામારીને રોકવા તંત્ર મહેનત કરી રહ્યુ છે આપણે તંત્રને મદદરૂપ થવા અફવાઓ રોકીએ અને સોશિયલ મિડિયામા આવેલ
કોઈપણ પોસ્ટની ચકાસણી વગર શેયર ના કરીયે
આપણે આ કપરા સમયે રાજકરણથી દુર રહીએ
પોલીસતંત્ર,આરોગ્યતંત્ર, ડોક્ટરો અને સરકારી કર્મચારીઓ આપણા માટે 24 કલાક કામ કરેછે એમની ખોટી ટીકા ના કરવી અને તંત્ર દ્વારા આપણી સલામતી માટેના કાર્યમાં અડચણરૂપ ના બની આપણે એક સારા નાગરિક તરીકે ફરજ બજાવીએ
*રિપોર્ટીંગ: સૈયદ રઝાકશા (ટોડીયા)*