ઉપલેટા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.જે. રાણાને ખાનગી રહે બાતમી મળેલ કે ઉપલેટા દરબારગઢ ચોક સોની બજારમાં રહેતા મયંક બીપીનભાઈ ધોળકિયા પોતાના કબ્જા-ભોગવટા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી હોવાની બાતમી આધારે દરોડો પાડી કુલ રોકડ રૂ. ૧,૪૮,૮૮૦/- સાથે ઇકો કાર-૧ કીમત રૂ. ૨,૫૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૬ કીમત રૂ. ૩૪,૦૦૦/- સાથે મળી કુલ રૂ. ૪,૩૨,૮૮૦ ના મુદામાલ સાથે નવ જુગારીઓને ઝડપી પડેલ. આ પકડાયેલ અરોપીમાં (1) મયંક બીપીનભાઈ ધોળકિયા જાતે સોની ઉ.વ ૨૫ ધંધો પ્રા.નોકરી રહે. ઉપલેટા દરબારગઢ ચોક સોની બજાર કંડોરીયા શેરી (2) રમેશચંદ્ર વૃંદાવનદાસ રાજપરા જાતે સોની વાણિયા ઉ.વ ૬૨ ધંધો સોની કામ રહે.ધોરાજી રેલવે સ્ટેશન પાસે વિપુલ ટાવર બ્લોક નં.૨૦૩ (3) નીરજ વિજયભાઈ કુળચંદાણી જાતે સિંધી સોની ઉ.વ. ૩૪ ધંધો સોની કામ રહે. ધોરાજી જામનાવડ રોળ ગોપીપાન પાસે શિક્ષક સોસાયટી બ્લોક નં ૨૦ (4) પરેશ કિચનભાઈ ચાંદરાણી જાતે લુવાણા ઉ.વ ૩૬ ધંધો વેપાર રહે ધોરાજી જમનાવડ રોળ ગોપીપાન પાસે (5) મિલનભાઈ અરવિંદભાઈ ચરાવડા જાતે સોની વાણિયા ઉ.વ.૪૧ ધંધો વેપાર રહે. ધોરાજી સ્ટેશન રોડ દ્વારકેશ એપારમેન્ટ બ્લોક નં.૨૦૨ (6) રજનીભાઇ કેશવલાલ રાજપરા જાતે. સોની વાણિયા ઉ.વ.૪૨ ધંધો વેપાર રહે.ધોરાજી નાની કામદાર શેરી (7) કિશનભાઈ શ્યામભાઈ ધોળકિયા જાતે સોની ઉ.વ. ૩૨ ધંધો વેપાર રહે. ધોરાજી સ્વામિનારાયણ મંદિર બાલધા ચોરા (8) મિલનભાઈ શુભાષભાઈ વિપાણી જાતે જૈન વણિક ઉ.વ.૪૨ ધંધો વેપાર રહે ધોરાજી સ્ટેશન રોડ બગીચા પાસે (9) સાગર વસંતભાઈ ગોપાણી જાતે લુવાણા ઉ.વ ૨૩ ધંધો ડ્રાઇવિંગ રહે ધોરાજી બાલધા ચોરા પાસે આ તમામને ઝપડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. આ ગમાંગ્ર કામગીરી કરનારમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.જે રાણા, એ.એસ.આઈ. દેવાયતભાઈ કલોતરા, પો.હેડ કોન્સ્ટેબલ જેન્તીભાઈ મજેઠીયા, પો.કોન્સ દિનેશભાઇ ગોંડલીયા, નિરવભાઈ, વનરાજભાઈ રગિયા, યસીનભાઈ બુખારી, મેરૂભાઈ રબારી સહિતનાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
*રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા*