વડગામના ડાલવાણા ગામની રમૂજી ધૂળેટી પર્વની ઉજવણી જોવા લોકો ઉમટ્યા
ડાલવાણામાં ધૂળથી ધુળેટી પર્વ ઉજવણી ની અનોખી પરંપરા
વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં એક અર્નોખી રીતે ધૂળેટીનું પર્વ ઉજવાય છે. ધૂળેટીના દિવસે સાંજે ગામની વચ્ચે સમગ્ર ગામના લોકો એકઠા થાય છે. ત્યાં ગામના યુવાનો અને વડીલો દ્વારા ઘેર રમાય છે.
વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં સાંજે એકઠા થયેલા ગામ લોકો વર અને કન્યા પક્ષ એમ બે ભાગમાં વહેંચાઈ જાય છે. જ્યાં ગામના બે યુવાનો દ્વારા વર અને – કન્યાનું પાત્ર ભજવવામાં આવે છે. કન્યા બનેલા યુવકને સાડી પહેરાવી – માથે ફુટેલું માટલું મુકી તેમાં કચરો મુકવામાં આવે છે. તો આ રમુજીક કાર્યક્રમ જોવા માટે પધારેલા લોકોને ગામડામાં ચાલતી મહેમાનોને ઓઢામણા ઓઢાડવાની પ્રથાને રમુજીક પ્રસંગમાં ફેરવી તેઓના ખભે ફાટેલા કપડા મુકવામાં આવે છે. તો વળી કેટલાકને જાણ બહાર તેની પાછળ કપડાના પુંછડા લગાવવામાં આવે છે. આ રમુજીક કાર્યક્રમ બાદ લગ્નગીતો વચ્ચે વર કન્યાના મિલન સમયે ગામ લોકો ધૂળને હવામાં ફંગોળી ધૂળથી ધૂળેટી ખેલી કાર્યક્રમને સમાપ્ત કરે છે. આ કાર્યક્રમને નિહાળવા આજુબાજુના ગામડાઓ માંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
તસ્વીર રમેશભાઇ પરમાર વડગામ



