National

મુખ્ય તુવેર ઉત્પાદક રાજ્યોમાં તુવેર ખરીદીમાં વધારો થયો

ભારત સરકારે ૧૫માં નાણા પંચ ચક્ર દરમિયાન ૨૦૨૫-૨૬ સુધી સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન PM-AASHA યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સંકલિત ઁસ્-છછજીૐછ યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે. જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવો પૂરા પાડવામાં જ મદદ કરતું નથી, પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં થતી અસ્થિરતાને પણ નિયંત્રિત કરે છે.

સંકલિત PM-AASHA યોજનાની ભાવ સહાય યોજના હેઠળ, નિર્ધારિત વાજબી સરેરાશ ગુણવત્તા (હ્લછઊ) ને અનુરૂપ સૂચિત કઠોળ, તેલીબિયાં અને કોપરાની કેન્દ્રીય નોડલ એજન્સીઓ (ઝ્રદ્ગછજ) દ્વારા રાજ્ય સ્તરની એજન્સીઓ દ્વારા પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધા લઘુત્તમ ટેકાના ભાવ (સ્જીઁ) પર ખરીદી કરવામાં આવે છે.

કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર ર્નિભરતા ઘટાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ખરીદી વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાજ્યના ઉત્પાદનના ૧૦૦% જેટલા ભાવ સહાય યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી છે.

સરકારે ૨૦૨૫ના બજેટમાં એવી પણ જાહેરાત કરી છે કે, દેશમાં કઠોળમાં આર્ત્મનિભરતા હાંસલ કરવા માટે આગામી ચાર વર્ષ માટે ૨૦૨૮-૨૯ સુધી રાજ્યના ઉત્પાદનના ૧૦૦% જેટલા તુવેર, અડદ અને મસૂરની ખરીદી કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે.

તદ્દનુસાર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે તુવેર (અરહર) મસુર અને અડદની ખરીદીને અનુક્રમે ૧૩.૨૨ ન્સ્, ૯.૪૦ ન્સ્ અને ૧.૩૫ ન્સ્ મંજૂરી આપી. તેમણે ખરીફ ૨૦૨૪-૨૫ સીઝન માટે ભાવ સહાય યોજના હેઠળ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ રાજ્યોમાં કુલ ૧૩.૨૨ ન્સ્ ખરીદીને મંજૂરી આપી.

આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોમાં ખરીદી શરૂ થઈ ગઈ છે અને ૧૧.૦૩.૨૦૨૫ સુધીમાં આ રાજ્યોમાં કુલ ૧.૩૧ ન્સ્ તુવેર (અરહર) ખરીદી કરવામાં આવી છે. જેનાથી આ રાજ્યોના ૮૯,૨૧૯ ખેડૂતોને ફાયદો થયો છે. અન્ય રાજ્યોમાં પણ તુવેર (અરહર)ની ખરીદી ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે. તુવેરની ખરીદી દ્ગછહ્લઈડ્ઢના ીજીટ્ઠદ્બિૈઙ્ઘરૈ પોર્ટલ અને દ્ગઝ્રઝ્રહ્લ ના ટ્ઠજીટ્ઠદ્બએાંૈ પોર્ટલ પર પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી પણ કરવામાં આવે છે. ભારત સરકાર દ્ગછહ્લઈડ્ઢ અને દ્ગઝ્રઝ્રહ્લ નામની કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા ખેડૂતો પાસેથી તુવેરની ૧૦૦% ખરીદી કરવા માટે પ્રતિબદ્ધ છે.