National

ભારતીય નૌકાદળ માટે બીજા ફ્લીટ સહાયક જહાજનું નિર્માણ સમારોહ (કીલ લેઇંગ)

પાંચ ફ્લીટ સપોર્ટ જહાજાે (હ્લજીજી)માંથી બીજાનો નિર્માણ સમારોહ મેસર્સ ન્શ્ શિપયાર્ડ, કટ્ટુપલ્લી ખાતે યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક વાઇસ એડમિરલ રાજારામ સ્વામીનાથન અને ભારતીય નૌકાદળ, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ અને મેસર્સ ન્શ્ ના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો. ભારતીય નૌકાદળે ઓગસ્ટ ૨૦૨૩માં ૐજીન્ સાથે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજાે (હ્લજીજી)ના સંપાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેની ડિલિવરી ૨૦૨૭ના મધ્યમાં શરૂ થવાની હતી. જાહેર-ખાનગી ભાગીદારીની મજબૂતાઈ દર્શાવતા, ૐજીન્ એ દેશની જહાજ નિર્માણ ક્ષમતાનો અસરકારક રીતે ઉપયોગ કરવા અને ડિલિવરી માટે કડક સમયમર્યાદા પૂરી કરવા માટે મેસર્સ ન્શ્ શિપયાર્ડ, કટ્ટુપલ્લીને બે હ્લજીજીના બાંધકામ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે.

ઇન્ડક્શન પર, હ્લજીજી સમુદ્રમાં ફ્લીટ જહાજાેની ભરપાઈ દ્વારા ભારતીય નૌકાદળની બ્લુ વોટર ક્ષમતાઓને મજબૂત બનાવશે. ૪૦,૦૦૦ ટનથી વધુના વિસ્થાપન સાથે, આ જહાજાે બળતણ, પાણી, દારૂગોળો અને સ્ટોર્સ વહન કરશે. જે સમુદ્રમાં લાંબા સમય સુધી કામગીરીને સક્ષમ બનાવશે આમ ફ્લીટની પહોંચ અને ગતિશીલતામાં વધારો કરશે. તેમની ગૌણ ભૂમિકામાં, જહાજાે કુદરતી આફતો દરમિયાન કર્મચારીઓને બહાર કાઢવા અને રાહત સામગ્રીના ઝડપી વિતરણ માટે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (ૐછડ્ઢઇ) કામગીરી માટે સજ્જ હશે.

સંપૂર્ણપણે સ્વદેશી ડિઝાઇન અને સ્વદેશી ઉત્પાદકો પાસેથી મોટાભાગના સાધનોના સોર્સિંગ સાથે, આ પ્રોજેક્ટ ભારતીય શિપબિલ્ડિંગ ઉદ્યોગને વેગ આપશે અને આર્ત્મનિભર ભારત, મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડની ભારત સરકારની પહેલ સાથે સુસંગત છે.