Gujarat

જૂનાગઢ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસ દ્વારા કપરા સમયમાં મદદ કરવા બદલ રમેશભાઈ અને લીલાબેનના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો

 

_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. યુસુફભાઈ, ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ બંદોબસ્તમાં હતા ત્યારે જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભેડા અને લીલાબેન ભેડા, પતિ પત્નીએ આવી જાણ કરેલ કે, *પોતાની દીકરી પ્રિયા કે જે લોધિકા તાલુકાના ખીરાસરા ખાતે સાસરે હોઈ, પોતાના સાસરિયા દ્વારા આપવામાં આવતા ત્રાસના કારણે ખીરાસરા થઈ નીકળી ગયેલ છે, મોબાઈલ બંધ આવે છે, તો પોતાની પુત્રીને જૂનાગઢ લાવવા ચિંતાતુર હૃદયે રજુઆત* કરેલ હતી. દીકરી પ્રિયાના માતા પિતા તથા *કુટુંબીજનો હાલની લોક ડાઉનની પરિસ્થિતિને લઈને ખૂબ જ ગભરાઈ ગયેલા અને દીકરી કોઈ અવિચારી પગલું ભરી ના લે, એવા વિચારે ખુબ જ મુંજાયેલા* પણ હતા…._

_જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા દ્વારા તાત્કાલિક રાજકોટ રૂરલ એલસીબી ના પી.આઈ. મહેન્દ્રસિંહ રાણા અને સાપર પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલનો સંપર્ક કરવામાં આવેલ દરમિયાન દીકરી પ્રિયાનો મોબાઈલ ઉપર સંપર્ક થતા અને તેઓને રાજકોટ રૂરલની ફૂડ પેકેટની મોબાઈલ મળી જતા અને ફૂડ પેકેટની મોબાઈલ સાંકળી ચોકી ધાર સુધી આવતી હોય, હે.કો. શિરીષભાઈ સરવૈયા તથા સ્ટાફ ઘરેથી નીકળી ગયેલ પ્રિયાબેન ને જૂનાગઢ પહોંચાડી ગયેલ હતા. *જૂનાગઢ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસ દ્વારા કપરા સમયમાં મદદ કરવા બદલ રમેશભાઈ અને લીલાબેનના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો. જૂનાગઢ ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા *રમેશભાઈ, લીલાબેન તથા દીકરી પ્રિયાબેન ડીવાયએસપી કચેરી આવી, જૂનાગઢ પોલીસનો ખાસ આભાર* વ્યક્ત કરેલ હતો… …_

_જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_

IMG-20200412-WA0456.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *