Gujarat

ભિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનનના ગુન્હામાં છેલ્લા ચાર માસથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ડ્રાઇવ આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ કે.એસ.બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. એ.એન.ગઢવી તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ

તે દરમ્યાન આજરોજ પો.સબ.ઇન્સ. એ.એન.ગઢવી તથા ડી સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે ભિલોડા પો.સ્ટે. જી.અરવલ્લી થર્ડ ગુ.ર.નં.૩૫૭/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ-૬૫એલ,૧૧૬બી,૯૮(૨),૮૧ મુજબના ગુન્હાના કામનો આરોપી નવિન હંસાજી ભાટ રહે.ભોલેશ્વર ભાટ વાસ,હિંમતનગર વાળો ભોલેશ્વર મંદિર આગળ રોડ ઉપર ઉભો હોય જેને કલાક.૨૧/૦૦ વાગે પકડી સી.આર.પી.સી.કલમ-૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ આરોપીને ભિલોડા પો.સ્ટે. માં સોંપવામાં આવેલ છે.તા.૧૯/૦૩/૨૦૨0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *