Gujarat

રાજકોટ શહેરમાં પોલીસથી બચવા સોફામાં ૮૧ બોટલ દારૂ છુપાવનાર બુટલેગર ઝડપાયો.

*રાજકોટ શહેરમાં પોલીસથી બચવા સોફામાં ૮૧ બોટલ દારૂ છુપાવનાર બુટલેગર ઝડપાયો.*

*રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર યુનિવર્સીટી P.I આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.વી.રબારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હરપાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા અને અજયભાઇ ભૂંડિયાને મળેલી બાતમી આધારે રાજેશભાઈ મિયાત્રા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જેન્તીગીરી ગોસ્વામી, મુકેશભાઈ ડાંગર અને કૃષ્ણદેવસિંહ ઝાલાને સાથે રાખીને રૈયા રોડ ઉપર સેલ્સ હોસ્પિટલ પાછળ રૈયારાજ શેરીનં.૨ માં રહેતા અને ડ્રાયવિંગ કરતા હમીર મરકીભાઇ ઝાલાના ઘરમાં દરોડો પાડ્યો હતો. જેમાં આરોપીએ સોફામાં દારૂ છુપાવ્યો હોય તે પાછળથી ખોલીને જોતા અંદરથી જુદા જુદા બ્રાન્ડની મોંઘીદાટ દારૂની ૮૧ બોટલ મળી આવતા હમીર ઝાલાની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને મોબાઈલ સહીત ૧.૧૯.૨૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કોરોના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી હતી.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200726-WA0005-1.jpg IMG-20200726-WA0000-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *