Gujarat

રાજકોટ શહેર કોરોનાગ્રસ્ત વ્યક્તિના ચકાસણી માટે નાક, ગલોફા અને સૌથી છેલ્લે કાંકડામાંથી સેમ્પલ લેવામાં આવે છે.*

*રાજકોટ શહેર કોરોનાગ્રસ્ત વ્યક્તિના ચકાસણી માટે નાક, ગલોફા અને સૌથી છેલ્લે કાંકડામાંથી સેમ્પલ લેવામાં આવે છે.*

*રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્ર્વર વિસ્તારમાં સેમ્પલિંગ કરતાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના તબીબી તેમજ નસિગ સ્ટાફે જણાવ્યું હતું કે, કોરોના છે કે નહીં તેની ચકાસણી માટે નાક, ગલોફા અને સૌથી છેલ્લે કાંકડામાંથી સેમ્પલ લેવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, નાકમાંની લીંટમાંથી, ગલોફાની લાળ તેમજ ગળાના કાંકડામાંથી સેમ્પલ લેવામાં આવે છે. જો સેમ્પલિંગ દરમિયાન નાક અને ગલોફાના સેમ્પલમાંથી કોરોના વાયરસ અંગેની જાણકારી ન મળે તો સૌથી છેલ્લે કાંકડાના સેમ્પલમાંથી તો મળી જ જાય છે. કોરોના વાયરસ કાંકડાથી શરૂ કરી ફેફસા સુધીની રેસ્પીરેટરી સીસ્ટમ પર કબજો જમાવે છે. અને શરીરમાં તેનું સંક્રમણ વધારતાં જાય છે. જેથી કોરોના વાયરસની જેમને અસર થઈ હોય તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. અને શ્ર્વાસોશ્ર્વાસની પ્રક્રિયા ખુબ ઝડપી બનવા લાગે છે. વધુમાં મહાનગરપાલિકાના તબીબી સૂત્રોએ અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે પોતાના ચહેરાથી હાથને સતત દૂર રાખવા જોઈએ. આંખ, નાક, મોઢું અને કાનમાં બને ત્યાં સુધી હાથનો સ્પર્શ થવા દેવો જોઈએ નહીં. જો કોઈપણ સ્થળોએથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય અને હાથ સાફ થયા ન હોય તેવા સંજોગોમાં તમારા પોતાના હાથથી જ તમને ચેપ લાગી જાય છે. આથી મોઢા પર માસ્ક પહેરવું, હાથમાં ગ્લોઝ પહેરવા અને દરેક વ્યકિતથી ત્રણ ફટનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખુબ જરૂરી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200412-WA0481.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *