Gujarat

રાજકોટ શહેર પદ્મકુંવરબા હોસ્પિટલમાં મહિલા તબીબને બે મહિલા સહિત ત્રણ શખ્સોએ ચપ્પલ માર્યા

*રાજકોટ શહેર પદ્મકુંવરબા હોસ્પિટલમાં મહિલા તબીબને બે મહિલા સહિત ત્રણ શખ્સોએ ચપ્પલ માર્યા.*

*રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ આરોપી અમરીબેન બે દિવસ પહેલા હોસ્પિટલમાં બ્લડપ્રેસર માપવા આવ્યા હતા. ત્યારે પણ તબીબ સાથે માથાકુટ કરી હતી. ત્યારબાદ ગઇકાલે ફરી ચકાસણી માટે આવ્યા ત્યારે લેબર રૂમમાં ફરજ પર રહેલા ડો.અરવાબેન સોનીએ અમિરાબેનને ચપ્પલ બહાર ઉતારવાનું કહેતા ઉશ્કેરાયેલા અમિરાબેને ગાળા-ગાળી કરી ચપ્પલ વડે માર માર્યો હતો. ત્યારે ત્યાં હાજર તેમના પતિ જાહિદ અને રોશનબેને પણ તબીબ સાથે ઝપાઝપી કરતા હોસ્પિટલના સ્ટાફે તુરંત પોલીસમાં જાણ કરતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. એ ડીવીઝન પોલીસે તબીબની ફરીયાદ પરથી બે મહિલા સહિત ત્રણ સામે ફરજની રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જયારે તબીબ ડો.અરવાબેન સોનીએ ત્રણેય આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે કલેકટરમાં રજુઆત કરવામાં આવી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200514-WA0765.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *