Gujarat

રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ખાલી પડેલ તાલુકા પંચાયતની ૧૭ અને નગરપાલિકાની ૨૯ બેઠકો માટે પેટા ચૂંટણીઓ મોકૂફ

રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ખાલી પડેલ તાલુકા પંચાયતની ૧૭ અને નગરપાલિકાની ૨૯ બેઠકો માટે પેટા ચૂંટણીઓ મોકૂફ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ૧૩ જિલ્લાની ખાલી પડેલ ૧૩ તાલુકા પંચાયતોની ૧૭ બેઠકો અને ૧૩ નગરપાલિકાઓની ખાલી પડેલ ૨૯ બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી તા.૨૨ માર્ચના રોજ યોજનાર મતદાન તથા તા.૨૪ માર્ચના રોજ યોજાનાર મતગણતરી મોકૂફ રાખવામાં આવી છે.

તાજેતરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસને વિશ્વ આરોગ્ય સંસ્થાએ મહામારી જાહેર કરેલ છે. મહામારીની આપત્તિની સંભવિત ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાન સહિત પેટા ચૂંટણી કાર્યક્રમ મુજબની હવે પછીની તમામ ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. મુક્ત મતદાન માટે પરિસ્થિતિ સામાન્ય થતાં મોકૂફ રાખેલ પેટા ચૂંટણી પ્રક્રિયા હવે પછીથી નક્કી થાય તે કાર્યક્રમ મુજબ હાથ ધરવામાં આવશે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *