સમગ્રગુજરાત તેમજ ગુજરાત ના અનેક તાલુકા માં સતત ધોધમાર તેમજ મોટા પ્રમાણમાં વરસાદ વર્ષી રહ્યો હતો.ત્યારે વરસાદ બંધ થતાં ની સાથે જ ખેડુતો ખેતીમમાં વળગ્યા છે . ત્યારે ખેડુતો માટે પોતાની સ્વર્ણ સમાન ઉપજ તેમજ માત સમાન ઉપજાવ જમીન આ વર્ષ પડેલ વરસાદ ને કારણે ખેડુતો ને ખેતી માટે અત્યંત જરૂરી પાણી પુરૂ મળ્યુ છે.ત્યારે ખેડુતોમાં ખેતી કરવા માટેનો એક આનંદ કઇ જુદા પ્રકારનો દેખાય છે.ત્યારે ખેડુતો માટે એક મોટી સમસ્યા સાબીત થઇ છે . એક તો ભારે વરસાદ અને ઉપરથી નવી સમસ્યા જે ખેડુતોનો બચી ગયેલ પાકમાં આશા ઓ હતી તેના પર પણ પણી ફરતા દેખાઈ છે ખેતીમાં ઇયળો, ફુગ તેમજ અનેક પ્રકારનો રોગ ચાળાઓ ફુલી ફાટી નીકળ્યા છે . ત્યારે ખેડુત ના જણાવ્યા મુજબ મગફળી , કપાસ તેમજ અડધ , મગ, ચોળી જેવા પાકો માં અનેક પ્રકારના રોગો તેમજ લીલી ઇયળો પાક ને નુકશાન કરી રહી છે.રોગચાળા થી પોતાના પાકને બચાવા ખેડૂત દિવસ રાત મથતો હોય છે અને અનેક પ્રકાર ની દવાઓ નો છંટકાવ કરવા છતા રોગચાળો દિવસે દિવસે રોકાવાને બદલે વધતો જાય છે અને ખેતી ના પાકને સંપુણ પણે નષ્ટ કરતો જાય છે અને દેશ નો અન્નદાતા દિવસે અને દિવશે પાઇમાલ થતો જાઇ છે આજે પરીસ્થીતી કાઇક એવી છે કે ખેડૂતો ને પોતાના પરિવાર નું ભરણ પોષણ કરવાના પણ શાષા પડીયા છે
ખેડૂતો ની મુલાકાત લેતા જાણવા મળ્યું કે. જ્યારે ખેડૂત ને ખેતી માં મબલક ઉત્પાદન થાઈ ત્યારે પુરતો ભાવ નથી મળતો અને જ્યારે ખેડૂતો નો પાક નીષ્ફળ જાય ત્યારે ઉચ્ચ ભાવ મળે છે પણ આમ જોવો તો પરીસ્થીતી ત્યાની ત્યાજ રહે છે જેના કારણે દેશ નો અન્નદાતા દિવસે અને દિવસે લાચાર બનતો દેખાઈ છે
અહેવાલ વજસી વરવારીયા :મોટા આસોટા


