Gujarat

રાજકોટ શહેર વાવડી વિસ્તારમાં ૬ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારવાના ઇરાદે હત્યા કરી ફરાર થયેલા રાજસ્થાની શખ્સને ઝડપી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ

*રાજકોટ શહેર વાવડી વિસ્તારમાં ૬ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારવાના ઇરાદે હત્યા કરી ફરાર થયેલા રાજસ્થાની શખ્સને ઝડપી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ.*

*રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૦ ના રોજ મુળ દાહોદ જીલ્લાના ગરબાળા તાલુકાના નિમસ ગામના વતની અરવિંદભાઇ રસીયાભાઇ આદિવાસી પોતાના પરિવાર સાથે ૧૫૦ ફુટ રીંગ રોડ પર વાવડી ખાતે વૃંદાવન ગ્રીન સિટી સાઇટ પર મજુરી કામ કરતા હતા. અરવિંદભાઇ આદિવાસીની ૬ વર્ષની બાળકીને તા.૧૩ ઓગસ્ટના રોજ કબાટમાંથી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી. તે ઈસમનું નામ વિક્રમ હોય ગોંડલ પંથકમાં કામ કર્યાની વિગતો મળી હતી. તેમજ તેનો ફોટોગ્રાફ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડાસા, દાહોદ અને રાજસ્થાન સુધી તપાસનો દોર લંબાવી વિક્રમ ઉર્ફે અર્જુન જીવા ડામોર નામના શખ્સ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાનો વતની હોવાનું જાણવા મળેલ છે. પોલીસે લાલપુર તાલુકાના કરેણા ગામે હોવાની ચોકક્સ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના P.I વી.કે.ગઢવી, P.S.I એચ.બી.ધાંધલ્યા, હેડ.કોન્સ્ટેબલ રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાલા, સુભાષભાઇ ભરવાડ અને સિધ્ધરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે અર્જુન ઉર્ફે વિક્રમની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને ૬ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાના ઇરાદે અપહરણ કર્યુ હતું. પરંતુ બાળકીએ રાડારાડ કરતા બાળકીના ગળે છરી માર્યા બાદ માથામાં હથોડી મારી હત્યા કરી ભાગી ગયાની કબુલાત આપી છે. વિક્રમ જુદા-જુદા શહેરમાં અલગ-અલગ નામ ધારણ કરી. કામ કરતો તેમજ પોતાની સાચી વિગતો કે નામ કોઇને જણાતો ન હતો.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200920-WA0148-1.jpg IMG-20200920-WA0149-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *