Gujarat

રાજકોટ શહેર મેડીકલનું હબ બને તે માટે રાજ્યનો સૌપ્રથમ મેડીકલ પાર્ક ઉભો કરવામાં આવશે

*રાજકોટ શહેર મેડીકલનું હબ બને તે માટે રાજ્યનો સૌપ્રથમ મેડીકલ પાર્ક ઉભો કરવામાં આવશે.*

*રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રાજ્યનો સૌપ્રથમ મેડીકલ પાર્ક બનાવવા માટે રાજકોટની પસંદગી કરવામાં આવી છે. આ માટે ૨૬૦ એકર જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી હોવાની કલેકટરના સૂત્રોએ જણાવ્યું છે. સાત હનુમાન મંદિર પાછળ આવેલ નાગલપર ગામના સરકારી ખરાબાની ૨૬૦ એકર જમીનમાં મેડીકલ પાર્ક બનાવવા માટે રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે. આ માટે જીલ્લા કલેકટર રેમ્યા મોહને G.I.D.C ને જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં સૌપ્રથમ મેડીકલ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે રાજકોટની પસંદગી કરવામાં આવી છે. રાજકોટ મેડીકલનું હબ બને તે માટે રાજ્યનો સૌપ્રથમ મેડીકલ પાર્ક ઉભો કરવામાં આવશે. આ પાર્કમાં માત્ર મેડીકલને લગતા સાધન-સામગ્રીનું જ ઉત્પાદન કરવામાં આવશે. એટલું જ નહીં મેડીકલ ક્ષેત્રમાં કરવામાં આવતા સંશોધન માટે પ્રયોગશાળા પણ ઉભી કરવામાં આવશે. જે લોકો પાસે મેડીકલનું લાઈસન્સ હશે તેવા વેપારીઓને જ મેડીકલ પાર્કમાં પ્લોટની ફાળવણી કરવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200725-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *