Gujarat

રાજકોટ શહેરમાં પોલીસની ઓળખ આપી ૯ હજાર લૂંટી લેનાર પ શખ્સોની ધરપકડ કરતી થોરાળા પોલીસ સ્ટેશન

*રાજકોટ શહેરમાં પોલીસની ઓળખ આપી ૯ હજાર લૂંટી લેનાર પ શખ્સોની ધરપકડ કરતી થોરાળા પોલીસ સ્ટેશન.*

*રાજકોટ શહેર તા.૨૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ.૨૮ના રોજ મારી દીકરી ઋત્વીને ધોરણ.૧૦ ની પરીક્ષા આપવાની હોય જેથી અમારા ગામની ૪ દિકરીઓને ઇકો કારમાં લઈને હું અને કાર માલીક વલ્લભભાઈ આવ્યા હતા. ચુનારાવાડમાં રહેતા વલ્લભભાઈના કાકાને ત્યાં જતા હતા. ત્યારે ટ્રેકટર ચોકમાં ૨ બાઇકમાં આવેલા પ શખ્સોએ કાર ઉભી રખાવી હતી. અને અમે પોલીસ છીએ, લાઇસન્સ આપો તેમ કહી દંડ માંગ્યો હતો. અને ગાડી પુરી દેવાની છે. પોલીસ સ્ટેશને લઇ લો તેમ કહી જેટલા પૈસા હોય તેટલા આપી દે તેમ કહેતા મેં પાકીટ કાઢતા પાકીટમાં રહેલા ૯ હજાર બળજબરીથી લૂંટી લીધા હતા. અને ભાગી ગયા હતા. રાજકોટના ગાંધી સોસાયટી મહેશ ગોપાલભાઈ ચુડાસમા, ચુનારાવાડના રાકેશ રસિકભાઈ રાણેસરા, હાથીખાનાના અમિત નલીનભાઇ ગોહિલ અને બેડિપરાના વિજય ગુણવંતભાઈ બાવાજીને દબોચી લીધા હતા. અને જરૂરી કાર્યવાહી કરી હતી. નૈતિક અને મહેશ અગાઉ દારૂના એક-એક કેસમાં અને અમિત અગાઉ દારૂ તથા પીધેલાના 3 કેસમાં પકડાઈ ચુક્યા છે. પોલીસે વિશેષ પૂછતાછ હાથ ધરી છે. થોરાળા પોલીસ ઇન્સ્પેક્ટર, જી.એમ.હડીયા, જી.એસ.ગઢવી, ભુપતભાઈ વાસાણી, આનંદભાઈ પરમાર, નરશંગભાઈ ગઢવી, વિજયભાઈ મેતા, જયદિપભાઈ ધોળકિયા, યુવરાજસિંહ રાણા, સહદેવસિંહ જાડેજા, રમેશભાઈ માલકીયા, કામગીરી કરેલ છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200921-WA0122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *