અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ
તાલુકા પંચાયત કુંકાવાવ ખાતે નોવેલ કોરોના(corid_19)
આજરોજ તારીખ 17 /9 /2020 ના રોજ માંન એમ.જી રાય સાહેબ તાલુકા વિકાસ અધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત કુંકાવાવ ખાતે નોવેલ કોરોના(corid_19) વાયરસના સંક્રમણની રોકવા તથા ભવિષ્યની અસરોને પહોંચી વળવા તથા રોગ અટકાયત અને નિયંત્રણ બાબતે તથા ખોટી અફવાઓથી દૂર રહેવા તેમજ વેપારીઓ ના તરફથી જરૂરી સહકાર મળી રહે તે ઉપલા હેતુલક્ષી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ શ્રી તથા અન્ય વેપારી ભાઈઓ તથા આરોગ્ય અધિકારીની સાથે બેઠક યોજવામાં આવેલ છે.
કુંકાવાવ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અરવિંદ ભાઈ સોની,મંત્રી શશીકાંત ભાઈ જોષી, ઉપપ્રમુખ ભીમજીભાઈ વેકરીયા,ખજાનચી હરીભાઇ તેરૈયા,વેપારી મહામંડળ પ્રમુખ મનસુખભાઈ ગોંડલીયા, તેમજ કુકાવાવ ના આગેવાન વેપારીઓ નટુભાઈ અટારા, બીપીનભાઈ વસાણી, જયંતીભાઈ લાખાણી, વિપુલભાઈ કુનડીયા, ભુપતભાઈ સોરઠીયા, બીપીનભાઈ વઘાસીયા
, માધાભાઈ આસોદરીયા, ગોવિંદભાઈ ડોબરીયા, વિપુલભાઈ વખારીયા, અતુલભાઈ વિરાણી, તેમજ અન્ય વેપારીઓ હાજર રહેલા.
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ


