*પ્રેસ નોટ તા.૧૧/૦૫/૨૦૨૦*
*કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૪૧ ઇસમો સામે ૭૬ ગુન્હાઓ દાખલ કરી ૧૮૪ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્લા પોલીસ*
💫 વર્તમાન પરિસ્થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID –19* ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક ડાઉન’’* જાહેર કરવામાં આવેલ છે.
💫 જે અનુસંધાને *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા અમરેલી જિલ્લાના મહત્વના એન્ટ્રી / એક્ઝીટ પોઇન્ટ પર *૪૩ ચેકપોસ્ટ* શરૂ કરી, નાકાબંધી કરી, ‘‘લોક ડાઉન’’ નો ચુસ્ત પણે અમલ કરાવવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.
💫 ગઇ કાલ તા.૧૦/૦૫/૨૦૨૦ ના રોજ લોક ડાઉનનો ભંગ કરતાં *કુલ ૧૪૧ ઇસમો વિરૂધ્ધ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ તથા ઇ.પી.કો. ૧૮૬૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની જુદી જુદી કલમો હેઠળ ૭૬ ગુન્હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા ૧૮૪ વાહનો ડીટેઇન* કરવામાં આવેલ છે.
💫 *દુકાન, અનાજ દળવાની ઘંટી, મોલ, કારખાનાં ખુલ્લા રાખી, લારીઓ ફેરવી, ઘરે તમાકુનું ગે.કા. વેચાણ કરી, ટોળા ભેગા કરી, સેનીટાઇઝર કે માસ્કની વ્યવસ્થા નહીં રાખી સોશિયલ ડીસ્ટન્સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતા ૨૩ ઇસમો* વિરૂધ્ધ મરીન પીપાવાવ, ધારી, જાફરાબાદ, ચલાલા, લાઠી, વડીયા, ધારી, દામનગર, રાજુલા અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં *૨૩ ગુન્હા* રજી. કરવામાં આવેલ છે.
💫 કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ *વાહનો લઇને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા ૯ ઇસમો* સામે જાફરાબાદ, ધારી, દામનગર, રાજુલા અને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં *૯ ગુન્હાઓ* રજી. કરવામાં આવેલ છે.
💫 *બિનજરૂરી કામ વગર જાહેરમાં તથા ધાર્મિક સ્થળોએ ભેગા થઇ ટોળા વળી, સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતાં ૨૫ ઇસમો* સામે બાબરા, ખાંભા અને સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં *૪ ગુન્હા* રજી. થયેલ છે.
💫 *માસ્ક પહેર્યા વગર તથા સેનીટાઇઝર સાથે નહીં રાખી મુસાફરી* કરતાં મળી આવી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં *૨ ઇસમો* વિરૂધ્ધ જાફરાબાદ અને સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં *ર ગુન્હા* રજી. કરવામાં આવેલ છે.
💫 આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ *જાહેર આરોગ્ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા ૨૨ ઇસમો* વિરૂધ્ધ લીલીયા, ચલાલા, લાઠી, દામનગર અને મરીન જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં *૧૨ ગુન્હા* રજી. કરવામાં આવેલ છે.
💫 *અસરગ્રસ્ત વિસ્તારો વાળા જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરતાં ૫૮ ઇસમો* વિરૂધ્ધ વડીયા, ધારી, બાબરા, રાજુલા, ડુંગર, ખાંભા, અમરેલી તાલુકા, સાવરકુંડલા રૂરલ અને સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં *૨૪ ગુન્હા* રજી. કરવામાં આવેલ છે.
💫 *હોમ કોરેન્ટાઇનની સુચના આપેલ હોવા છતાં જાહેરમાં નીકળી, જાહેર આરોગ્ય સાથે ચેડાં કરી, જાહેરનામાનો ભંગ કરતા ૨ ઇસમો* વિરૂધ્ધ લાઠી અને મરીન જાફરાબાદ પો.સ્ટે.માં *૨ ગુન્હા* રજી. કરવામાં આવેલ છે.
💫 આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* ની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી જિલ્લા પોલીસ કટિબધ્ધ અને સતત કાર્યશીલ છે.*