Uncategorized

*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલીના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો પ્રજાજોગ સંદેશ*

*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
*અમરેલીના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો પ્રજાજોગ સંદેશ*

*કોવિડ-૧૯ના વધતા વ્યાપમાં પ્રભારીમંત્રીશ્રીએ જિલ્લાવાસીઓની સાથોસાથ અબોલ જીવ પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી*

*કોરોનાના કહેર વચ્ચે સૌને ઘરમાં જ રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ*

*ગૌમાતા અને અબોલ પશુ-પક્ષીઓની સેવામાં સમર્પિત પ્રભારીમંત્રીશ્રીની જિલ્લાવાસીઓને અપીલ : આપણી આસપાસ વસતા પશુ-પક્ષીના ભોજનની પણ વ્યવસ્થા કરીયે*

અમરેલી, તા. ૫ એપ્રિલ

સમગ્ર જિલ્લા સહિત દેશભરમાં કોરોનાનો કોહરામ મચી રહ્યો છે. કોવિડ-૧૯ના સંક્રમણને ફેલાતો અટકાવવા દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રજાજોગ સંદેશ આપી જિલ્લાવાસીઓને ઘરમાં જ રહેવાનો અનુરોધ કર્યો છે. તેમજ સરકાર તરફથી મળતી સુચનાઓનો અમલ કરવા વિનંતી કરી છે.

પ્રભારીમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજસુધી જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી પરંતુ આપણે સૌએ સાવચેત રહેવાની જરૂર છે. સાથે જ કાયદાનો ભંગ ન થાય તે રીતે આપણી આસપાસ વસતા અબોલ પશુ-પક્ષી તેમજ ગૌમાતાની કાળજી લેવી પણ આપણી ફરજ છે.

પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હું ઘરઆંગણના પશુ-પક્ષી માટે સતત પ્રયત્નશીલ છુ, તેમના માટે ઘાસચારો,સુખડીનું વિતરણ પણ કરું છું. તેમજ તેમણે તમામ નાગરિકોને પણ આપણી પરંપરાગત પ્રણાલી અનુસાર ગૌમાતા માટે ગૌ ગરાસ રૂપે રોટલી તેમજ પક્ષીઓની અવરજવર વધુ હોય તેવા સ્થળે તેમના માટે ચણ નાખવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ઉનાળાના સમયમાં પક્ષીઓ માટે પાણીના કુંડા મુકવાની વાત પણ ઉમેરી હતી.

કોવિડ-૧૯ના વધતા વ્યાપમાં પ્રભારીમંત્રીશ્રીએ જિલ્લાવાસીઓની સાથોસાથ અબોલ જીવ પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી પોતાના પરોપકારી સ્વભાવનો પરિચય આપ્યો હતો.
—————-
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200405-WA0022-2.jpg IMG-20200405-WA0024-0.jpg IMG-20200405-WA0023-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *