Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા શહેર વિસ્તારમાથી માસ્ક પહેર્યા વિના ફરતા આશરે 50 જેટલા વ્યક્તિઓને પકડી પાડી, ધરપકડ કરી, જાહેરનામા ભંગના ગુન્હાઓ નોંધવામાં આવ્યા

જૂનાગઢ પોલીસ દ્વારા શહેર વિસ્તારમાથી માસ્ક પહેર્યા વિના ફરતા આશરે 50 જેટલા વ્યક્તિઓને પકડી પાડી, ધરપકડ કરી, જાહેરનામા ભંગના ગુન્હાઓ નોંધવામાં આવ્યા

💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._

💫 _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી. ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી.સોલંકી, સી ડિવિઝન પીએસઆઇ ડી.જી.બડવા, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફના એ.એસ.આઇ. ગોવિંદભાઇ,, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, ભગવાનજી, વિક્રમસિંહ, અનકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, મેહુલભાઇ, કમાન્ડો ભગાભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા માસ્ક નહીં પહેરતા ઇસમોને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી, જૂનાગઢ શહેર વિસ્તારમાથી માસ્ક પહેર્યા વિના ફરતા આશરે 50 જેટલા વ્યક્તિઓને પકડી પાડી, ધરપકડ કરી, જાહેરનામા ભાંગના ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. ઉપરાંત, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પણ ખાસ કાર્યવાહી કરી, તમામ લોકોને સિશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવેલ છે. વધુમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે બેંકો તથા દુકાનોની સામે પણ ગ્રાહકોને ઉભા રહેવા માટે નિશાનીઓ કરી, *સોશિયલ ડિસ્ટન્સ રખાવવા કાર્યવાહી* પણ કરવામાં આવેલ છે. *પોલીસના પ્રયાસોથી વ્યવસ્થા ગોઠવતા, ભીડ ઉપર કાબુ મેળવી, સોશિયલ ડિસ્ટન્સ રાખવા* કાર્યવાહી કરવામાં આવેલ છે. *જૂનાગઢ શહેર ઉપરાંત, કેશોદ, માણાવદર, વિસાવદર, માંગરોળ, વંથલી, મેંદરડા, સહિતના વિસ્તારમાં પણ માસ્ક નહીં પહેરતા ઈસમો ઉપર કાર્યવાહી* હાથ ધરવામાં આવેલ છે…….._

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *વેપારીઓ તથા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ રાખે એ માટે પ્રયત્નો કરી, વેપારીઓ અને લોકોની ચિંતા* કરી, ક્રમશ: અલગ અલગ શાક માર્કેટ વિશાળ જગ્યાઓમાં શિફ્ટ કરી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ સાથે કાળજી પણ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200506-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *