Uncategorized

જૂનાગઢ પોલીસ પટ્રોલિંગ દરિમયાન હીરેનભાઈ નું મોટર સાઇકલ સ્લીપ થતા પોલીસની ગાડીમાં દવાખાને પહોંચાડતા પોતાના કુટુંબ પણ નકારે તે

જૂનાગઢ પોલીસ પટ્રોલિંગ દરિમયાન હીરેનભાઈ નું મોટર સાઇકલ સ્લીપ થતા પોલીસની ગાડીમાં દવાખાને પહોંચાડતા પોતાના કુટુંબ પણ નકારે તેવી સેવા અનુભવીને ભાવ વિભોર થઈને જૂનાગઢ પોલીસનો આભારની લાગણી વ્યક્ત કરેલી

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે પ્રજાની મદદ કરવાની અને તેઓને *લોક ડાઉન દરમિયાન કોઈ કામકાજ સબબ જરૂરિયાત સમયે મદદ કરવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

💫 _હાલમાં લોક ડાઉન તા. 17.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, સી ડિવિઝન પીએસઆઇ ડી.જી.બડવા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા *પેટ્રોલિંગ દરમિયાન મધુરમ બાયપાસ પાસે હિરેનભાઈ નામના યુવાનને મોટર સાયકલ સ્લીપ થતા, પગના અંગૂઠામાં ગંભીર ઇજા થયેલ અને શરીરે મુઢ માર લાગતા, ત્યાંથી પસાર થતા,* જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, સી ડિવિઝન પીએસઆઇ ડી.જી.બડવા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા *સહિતના કાફલાએ પોતાની ગાડીઓ રોકી, ઇજા પામનાર યુવાનને સાઈડમાં બેસાડી, લોહી બંધ થતું ના હોઈ, પોલીસ દ્વારા જાતે રૂમાલથી પાટો બાંધી, 108 મોબાઈલને વાર લાગે તેમ હોઈ, પોલીસની ગાડીમાં દવાખાને* પહોંચાડવામાં આવેલ. જુનાગઢ શહેરના *જૂનાગઢ પોલીસને પોતાને સારવારમાં દવાખાને પહોંચાડવા માટે મદદ કરવામાં આવેલી, તેનાથી પ્રભાવિત થઈ, જુનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યક્ત* કરેલ, ભાવ વિભોર થઈને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી. જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.જી.બડવા, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા સહિતની ટીમ દ્વારા *જૂનાગઢ પોલીસની આવી પોતાના કુટુંબ પણ ના કરે તેવી સેવા અનુભવીને પોલીસ આવી પણ હોય છે, તેવો ભાવ વ્યક્ત કરી, ભાવ વિભોર* થયા હતા…._

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા લોક ડાઉનના સમયમાં સાહિષ્ણુતાભરી કાર્યવાહી* કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા લોકડાઉનના સમયમાં લોકોને કપરા સંજોગોમાં મદદ કરવાના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200506-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *