Uncategorized

જાતીય પરીક્ષણના ગુના રોકવા ક્લિનિક ઉપર ફરજિયાતપણે સીસીટીવી લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ*

*જાતીય પરીક્ષણના ગુના રોકવા ક્લિનિક ઉપર ફરજિયાતપણે સીસીટીવી લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ*

અમરેલી, તા: ૩૦ જુન ૨૦૨૦

અમરેલી જિલ્લામાં જાતીય પરીક્ષણના ગુના રોકવા માટે દરેક પીસીપીએનડીટી એક્ટનું રજીસ્ટ્રેશન ધરાવતી ચાલુ હોસ્પિટલ/ ક્લિનિક/ સંસ્થાઓમાં બિનઅધિકૃત લોકોની અવરજવર ઉપર દેખરેખ રાખવા ૩૦ દિવસના ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ (૨૪-૭ કલાક) બેકઅપ સાથે સીસીટીવી કેમેરા જે તે સ્થળને સંપૂર્ણપણે આવરી લે તેવી રીતે પૂરતી સંખ્યામાં લગાવવાના રહેશે અને ચોવીસે કલાક કાર્યરત રાખવાના રહેશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી. પાંડોર દ્વારા તા: ૨૯-૬-૨૦૨૦ થી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું તા: ૨૬-૬-૨૦૨૦ થી તા: ૨૭-૮-૨૦૨૦ સુધી બંને દિવસો સહીત અમલમાં રહેશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *