સોરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીના ડિરેક્ટર અને એડવોકેટ શ્રી યોગેશભાઈ દવે ની અમરેલી જિલ્લા ખાતે નોટરી તરીકે નિયુકિત થવા બાદલ ખુબ ખુબ અભિનંદન
કુંકાવાવ મોટી ખાતે સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરીયા, મંત્રી શ્રી દિપકભાઈ અંબાલીયા જનરલ એમ.ડી. શ્રી.જયસુખભાઇ ગોંડલીયા વિ. સ્વામી વિવેકાનંદ વિમાં યોજના હેઠળ સભાસદ શ્રી વજુભાઇ દેવાભાઇ ગોહિલનું અવસાન થતાં તેમના વારસદાર શ્રી રોહિતભાઇને રૂ . 25000 / – ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવેલ હતો. આ સમયે કુંકાવાવ મોટી શાખાનાં ઉત્સાહી ડિરેક્ટર અને એડવોકેટ શ્રી યોગેશભાઈ ડોલરભાઈ દવે ની
ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિયુકિત કર્યાના શુભ સમાચાર મળતા તમામ હોદેદારો તથા શાખા ના ડિરેક્ટરશ્રીઓનીઉષ્માભરી ઉપસ્થિતિ વચ્ચે તેમનું હરખભેર સન્માન કરવામાં આવ્યું હતુ. ચેરમેન શ્રી અનિલભાઇ વેકરીયાએ શ્રી. યોગેશભાઇ દવેની અનિયુકિત મંડળ માટે તેમજ સમગ્ર કુંકાવાવ મોટી વિસ્તાર માટે ગૌરવરૂપ છે તેમ જણાવી ખુબજ લાગણીભીનું અભિવાદન કરી આવકાર્યા હતા
આ તકે કુંકાવાવ મોટી શાખાના એમડી શ્રી ભરતભાઇ કાનાણી, એડવાઈઝરી બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી ભીમજીભાઇ વેકરીયા, શ્રી બાબુભાઇ કોટડીસા તથા શ્રી શૈલેષભાઇ ચૌહાણ, શ્રી રજેશભાઇ ખુંટ, શ્રી મનસુખભાઇ સોરઠીયા, શ્રી મધુભાઇ મુલાણી, શ્રી સંદીપભાઇ કીકાણી તથા મંડળીના જનરલ મેનેજર શ્રી જયદીપભાઈ રાઠોડ શ્રી જસ્મીનભાઈ બાવીશી તથા મેનેજર શ્રી વિજયભાઈ પટોળીયા એ અને તમામ ડિરેક્ટર શ્રીઓએ શ્રી યોગેશભાઈ દવે ની નિમણુંક ને આવકારીને ખુબ બિરદાવ્યા હતા.બધાએ પ્રેમના પ્રતિક સમા બુકે થી લાગણીભીનું સ્વાગત કરી શુભેકચ્છાઓ પાઠવી હતી.
મંડળી ના હિતેસ્છુ અને સભાસદ પૂર્વ બી.આર.સી.શ્રી ઉદયભાઈ દેસાઈ એ શ્રી યોગેશભાઈ ના પિતાશ્રી અને પૂર્વ તા.પ પ્રમુખ શ્રી ડોલરભાઈ દવેને યાદ કરી ને નેતૃત્વનો ઉત્તમ વારસો આપવા બદલ અને નોટરી તરીકે ની યોગેશભાઈ ની નિયુકિત માટે ખુબ રાજીપો વ્યક્ત કરી શુંભેચ્છા પાઠવી હતી.
તેમજ મંડળી ની વીમા યોજનાની પ્રશંસા કરી કપરા સમયે પ્રભાવિત કુંટુબોને મદદરૂપ થવાથી આ બાબત ખરેખર ખુબજ પ્રેરણાદાયી છે તેમ જણાવી સૌ હોદેદારોને પણ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી રોહિતભાઈ એ આભારની લાગણી વ્યક્ત કરી હતી.