બાબરા
તા.૦૬/૦૫/૨૦૨૦
બાબરા તાલુકાના ચમારડી ગામે ચાલી રહેલ રાહત કામગીરી ના શ્રમિકો માટે છાસ નું વિતરણ કરતા કર્દમકુમાર જોષી.
(દરરોજ બપોર ના સમયે છાસ લઈ ને શ્રમિકો ને ઠંડી છાસ પીવડાવવા માં આવે છે)
બાબરા તાલુકાના ચમારડી ગામે ચાલી રહેલ મનરેગા યોજના રાહત કામગીરી માં કામ કરતા શ્રમિકો માટે દરરોજ બપોરે ચમારડી ગામના સેવાભાવી યુવા આગેવાન કર્દમકુમાર જોષી (રુષીભાઈ જોષી) દ્રારા છાસ નું વિતરણ કરવામાં આવે છે.
અહિ દરરોજ બપોરે ૧૨ વાગ્યે શ્રમિકો ને છાસ નું વિતરણ કરવામાં આવે છે. સાથે જેમ માગે તેમ શ્રમિકો ને છાસ પીવડાવવા માં આવે છે. ત્યારે આ સેવાકીય કાર્ય થી શ્રમિકો ખુસ જોવા મળ્યા હતા. અને શ્રમિકો દ્રારા કર્દમકુમાર જોષી (રુષીભાઈ જોષી) નો આભાર માન્યો હતો.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા