નવી દિલ્હી ,
કૈરીને ૪ વર્ષ પહેલા મેલેનોમા કેન્સરની જાણ થઈ ત્યારે તેમણે પોતાનું યુરિન પીવાનું શરૂ કર્યું હતું. તેમણે કેમોથેરાપીના બદલે યુરિન દ્વારા સારવાર કરવાનો ર્નિણય લીધો હતો. કૈરીના કહેવા પ્રમાણે તે ટૂથપેસ્ટ માટે પણ યુરિનનો ઉપયોગ કરે છે. જાેકે તેમની દીકરી તેમને આ બધી વસ્તુઓ માટે ના પાડે છે. તે પોતાની માતાને ડોક્ટર પાસે પણ લઈ ગઈ હતી જેમણે કૈરીની સારવાર શરૂ કરી. પરંતુ કૈરી યુરિન પીવાનું બંધ નથી કરી રહી. તેમના કહેવા પ્રમાણે જાે તેઓ યુરિન પીવાનું છોડી દેશે તો મરી જશે. અમેરિકામાં રહેતી ૫૩ વર્ષીય કૈરી નામની મહિલાના કહેવા પ્રમાણે તેને પોતાનું યુરિન પીવું પસંદ છે. તે છેલ્લા ૪ વર્ષથી યુરિન પી રહી છે. કૈરીના કહેવા પ્રમાણે તેને યુરિન પીવાની લત લાગી ગઈ છે અને તેણે કરેલા દાવા પ્રમાણે તેનો સ્વાદ પણ શરાબ (શેમ્પેઈન) જેવો છે. એક અહેવાલ પ્રમાણે કોલોરાડોની રહેવાસી કૈરીને છેલ્લા ૪ વર્ષથી યુરિન પીવાની આદત પડી છે. કૈરીએ પોતે સ્વીકાર્યું છે કે, તેને પાણીની સરખામણીએ યુરિન પીવાનું સરળ લાગે છે. તે દિવસમાં ઓછામાં ઓછું ૫ ગ્લાસ યુરિન પી લે છે. મતલબ કે, તેમણે ૪ વર્ષમાં ઓછામાં ઓછું ૩,૪૦૬ લીટર જેટલું યુરિન પીધું હશે. ટીએલસીના માય સ્ટ્રેન્જ એડિક્શન અંગે બોલતી વખતે કૈરીએ કહ્યું કે, “મને ગરમ યુરિન પસંદ છે. હું જે ખાઉં છું તેના આધાર પર મારા યુરિનમાંથી ગંધ આવે છે. આજે તેનો સ્વાદ ૪ વર્ષની તુલનાએ કંઈક અલગ છે.” કૈરીના કહેવા પ્રમાણે કદીક તેનો સ્વાદ નમકીન હોય છે તો કદીક શેમ્પેઈન જેવો સ્વાદ આવે છે.
