Delhi

કૃષિ આંદોલનમાં એકપણ ખેડુતનું મોત નથી થયું તો વળતર શું આપવાનું ઃ સરકાર

ન્યુદિલ્હી,
કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલનમાં એક પણ ખેડૂતનું મૃત્યુ નથી થયું. આ વાત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં લેખિત જવાબમાં કહી હતી. તોમરે કહ્યું હતું કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મૃત્યુ થયું હોવાનો કોઈ જ રેકોર્ડ નથી. તેવામાં મૃતક ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. હકીકતે લોકસભામાં સરકારને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું સરકાર પાસે કોઈ ડેટા છે કે, આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા અને શું સરકાર આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપશે. જાે તેમ હોય તો સરકાર આ અંગેની વિસ્તૃત જાણકારી આપે, જાે ન હોય તો સરકાર તેનું કારણ દર્શાવે.

3-December-5-Farmar-Name.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *