નવીદિલ્હી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટિ્વટ કર્યું કે ૨૦૦૧માં સંસદ ભવન પર થયેલા હુમલા દરમિયાન પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સુરક્ષાકર્મીઓને મારી શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર તેમની હિંમત અને ફરજ પ્રત્યેના સર્વોચ્ચ બલિદાન માટે આભારી રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સંસદ હુમલામાં શહીદ થયેલા સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે હું બહાદુર સુરક્ષા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે ૨૦૦૧માં આ દિવસે એક ભયંકર આતંકવાદી હુમલા સામે વિશ્વની સૌથી મોટી લોકશાહીની સંસદની રક્ષા કરતી વખતે પોતાનો જીવ આપ્યો. તેમના સર્વોચ્ચ બલિદાન માટે દેશ હંમેશા તેમનો આભારી રહેશે.વર્ષ ૨૦૦૧ માં આ દિવસે સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું, જ્યારે દેશની લોકશાહીની ઉંબરે આતંકનો ઘેરો પડછાયો પહોંચી ગયો હતો. મહિલા આરક્ષણ બિલ પર થયેલા હોબાળાને કારણે તે દિવસે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ પછી તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને સોનિયા ગાંધી સંસદમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ હંગામો થયો અને ગેટ નંબર-૧૨થી સફેદ રંગની એમ્બેસેડર કાર સંસદ સંકુલમાં પ્રવેશી હતી અને આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. ૨૦મી વર્ષગાંઠ પર શહીદ થયેલા સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે હું તમામ બહાદુર સુરક્ષા દળોની હિંમત અને બહાદુરીને નમન કરું છું જેમણે ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં રાષ્ટ્રના ગૌરવની રક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તમારું અપ્રતિમ બહાદુરી અને અમર બલિદાન અમને હંમેશા દેશની સેવા કરવા માટે પ્રેરણા આપશે.
