નવી દિલ્હી
રાકેશ અને રેખા સાથેની મુલાકાત બાદ મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદી એ કહ્યું કે, દેશને લઈને એ ઘણા આશાવાદી માણસ છે. વન એન્ડ ઓન્લી રાકેશ ઝુનઝુનવાલાને મળીને આનંદ થયો. લાઈવલી, ઈનસાઈટફૂલ અને વેરી બુલિશ ઓફ ઈન્ડિયા. થોડા સમય અગાઉ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે રિટેલ રોકાણકારોએ સારા વળતર માટે ભારતમાં રોકાણ કરવું જાેઈએ, અમેરિકામાં નહીં. રાકેશ ઝુનઝુનવાલા જે રીતે સ્ટ્રેટજી પ્લાનિંગ કરે છે અને રોકાણ કરે છે એને ઘણા લોકો દેશમાંથી ફોલો કરે છે.શેર માર્કેટમાં જેનું નામ એક મોટા નિષણાંત તરીકે લેવામાં આવે છે એ રાકેશ ઝુનઝુનવાલા એ મોદીની મુલાકાત લેતા સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. ઈસ્ત્રી વગરના શર્ટમાં પત્ની રેખા સાથે વડાપ્રધાનને મળવા માટે પહોંચેલા રાકેશનો એક અનોખો અંદાજ જાેવા મળ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ દંપતી રૂ.૨૨૩૦૦ કરોડની સંપતિના માલિક છે. આ મુલાકાત પરથી એક વાત તો સાબિત થઈ છે કે, કોઈ વ્યક્તિની ઓળખ કપડાંથી થતી નથી. દુનિયાના કોઈ પણ શક્તિશાળી માણસને મળવા માટે કપડાંનું ખાસ કોઈ મહત્વ નથી. વાત એ પણ ખરી છે કે તમારી પાસે કરોડો રૂપિયાની નેટવર્થ હોય એટલે આત્મવિશ્વાસ જાતે જ આવી જાય. મંગળવારે રાકેશ અને રેખાએ ઁસ્ મોદી સાથે એક ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર માર્કેટ ગ્રોથમાં રહ્યું. કોઈએ લખ્યું કે, આને ઈસ્ત્રી અપાવી દો, તો કોઈ એ લખ્યું કે જાણે મોદી પણ આના ફેન હોય એવો પોઝ આપ્યો છે. શેર માર્કેટની દુનિયામાં રાકેશ ઝુનઝુનવાલા એક મોટા રોકાણકાર છે. જેને ઈન્વેસ્ટર્સ બિગ બુલથી ઓળખે છે. એમના એક એક ર્નિણય પર દેશના લાખો રોકાણકારની નજર હોય છે. રાકેશ જે શેરમાં હાથ નાંખે છે એમાં સોના જેવડું વળતર આપે છે. એમની સલાહ માની ઘણા લોકો લાખોમાં કમાયા છે. તો કેટલાક એમના ર્નિણયને આકાશવાણીની જેમ અનુસરે છે. હારુન ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર આ રોકાણકારની નેટવર્થ રૂ.૨૨૩૦૦ કરોડ છે. દેશની દિગ્ગજ કંપનીઓમાં એમની ભાગીદારી છે. વાવડ એવા પણ છે કે તે ટૂંક સમયમાં પોતાની એર લાઇન્સ શરૂ કરવાના પ્લાનમાં છે. પીએમ મોદી એ પણ આ મુલાકાત અંગે એક ટ્વીટ કરીને જાણકારી આપી છે.
