નવીદિલ્હી
અગાઉ ૨૩ ડિસેમ્બરે, ૈંઝ્રઝ્રઇ એ ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં ભારતીય સંગીતને પ્રોત્સાહન આપવા માટે દરેક ફ્લાઇટ માટે ભારતીય સંગીત વગાડવું ફરજિયાત બનાવવા જણાવ્યું હતું. ૈંઝ્રઝ્રઇએ ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેના કાર્યક્રમમાં બોલાવ્યા હતા અને તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે જાે ઈન્ડિયન એરલાઈન્સમાં આવું થશે તો ભારતીય સંગીતને ઘણી શક્તિ મળશે. સિંધિયાએ કહ્યું હતું કે, ‘હું સંગીત શહેર ગ્વાલિયરમાંથી આવું છું, જે તાનસેનનું શહેર રહ્યું છે અને સંગીતનું જૂનું ઘર પણ રહ્યું છે. ભારતીય પ્રાચીન સંગીતનો ઘણા વર્ષોનો ઈતિહાસ છે અને લોકો પ્રાચીન સંગીતમાં પણ ખૂબ રસ ધરાવે છે.પાધીના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયને ૈંઝ્રઝ્રઇ તરફથી ભારતમાં અને એરપોર્ટ પર કાર્યરત એરક્રાફ્ટમાં ભારતીય સંગીત વગાડવાની વિનંતી મળી છે.” આથી નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કરવા માટે કૃપા કરીને વિચારણા કરવા વિનંતી છે.ભારતના એરપોર્ટ અને ફ્લાઈટમાં ભારતીય સંગીત ટૂંક સમયમાં સાંભળી શકાશે.નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરલાઇન્સ કંપનીઓને સલાહ આપી છે કે તેઓ તેમની ફ્લાઇટ્સ તેમજ દેશના એરપોર્ટ પર ભારતીય સંગીત વગાડે.ૈંહઙ્ઘૈટ્ઠહ ર્ઝ્રેહષ્ઠૈઙ્મ ર્કિ ઝ્રેઙ્મંેટ્ઠિઙ્મ ઇીઙ્મટ્ઠંર્ૈહજ(ૈંઝ્રઝ્રઇ)એ આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, ત્યાર બાદ તેમણે આ સલાહ આપી છે. ઉડ્ડયન મંત્રાલયના સંયુક્ત સચિવ ઉષા પાધી વતી ડ્ઢય્ઝ્રછ ચીફ અરુણ કુમાર દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “વિશ્વભરની મોટાભાગની એરલાઇન્સ જે દેશની એરલાઇન છે તે દેશમાં શ્રેષ્ઠ સંગીત વગાડે છે. ઉદાહરણ તરીકે અમેરિકન એરલાઇનમાં જાઝ અથવા ઑસ્ટ્રિયન એરલાઇનમાં મોઝાર્ટ અને મિડલ ઇસ્ટ એરલાઇનમાં આરબ મ્યુઝિક, પરંતુ ભારતીય એરલાઇન્સ (ૈંહઙ્ઘૈટ્ઠહ છૈઙ્મિૈહીજ)ફ્લાઇટમાં ભાગ્યે જ ભારતીય સંગીત વગાડે છે, જ્યારે આપણી પાસે સમૃદ્ધ સંગીત વારસો અને સંસ્કૃતિ છે. જેના પર દરેક ભારતીય ખરેખર ગર્વ કરવાનું કારણ છે.


