National

અફધાનના ભૂતપૂર્વ સૈનિકને તાલિબાનીઓ ટોર્ચર કરોત વિડીયો વાયરલ

અફઘાનિસ્તાન
એક સૈનિકો સાથે યાતનાના વિડીયો વાયરલ થયા બાદ સોશિલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં લોકોએ કહ્યું છે કે આ પ્રકારની કાર્યવાહી સ્પષ્ટ રીતે તાલિબાન દ્વારા સતામાં આવ્યા બાદ કાર્યવાહી સ્પષ્ટપણે શાસનના ધોરણોનું ઉલ્લંઘન છે. મળતી માહિતી મુજબ, જે વ્યક્તિ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેનું નામ રહેમતુલ્લાહ કાદરી છે અને તે ભૂતપૂર્વ આર્મી ઓફિસર છે. કાદરીને ગયા અઠવાડિયે તાલિબાનોએ પકડી લીધો હતો. યુનિવર્સિટીના લેક્ચરર, હેકમતુલ્લા મિરઝાદાએ જણાવ્યું હતું કે, “તેમણે માફી આપવાની જાહેરાત કરી છે અને તે પાળવાની અપેક્ષા છે કારણ કે વચનો પૂરા કરવાથી સરકાર અને લોકો વચ્ચે વિશ્વાસ મજબૂત થાય છે.” ભૂતપૂર્વ સૈન્ય અધિકારી રહેમતુલ્લાહ અંદરે કહ્યું, ‘ઈસ્લામિક અમીરાતે પ્રાંતીય ગવર્નરો અને સુરક્ષા વિભાગોના વડાઓ દ્વારા પ્રાંતોમાં તેની નીચલા સ્તરની ઙ્મા સામાન્ય માફીનો અમલ કરવો જાેઈએ.’ વીડિયો સામે આવતાની સાથે જ તાલિબાનના ટોચના નેતાઓમાંથી એક અનસ હક્કાનીનું નિવેદન પણ સામે આવ્યું છે. હક્કાનીએ કહ્યું છે કે તાલિબાને વ્યક્તિગત બદલો લેવાથી દૂર રહેવું જાેઈએ અને સામાન્ય માફી માંગવી જાેઈએ. તેમણે કહ્યું કે જ્યારે તાલિબાન સરકાર દ્વારા સામાન્ય માફીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે તમામ લોકો સાથે ન્યાયી વ્યવહાર થવો જાેઈએ. માનવાધિકાર સંગઠનો અને ઘણા દેશો દ્વારા ભૂતકાળમાં એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલમાં તાલિબાન દ્વારા માનવ અધિકારોના ઉલ્લંઘન અને ભૂતપૂર્વ સરકારી સૈનિકો અને અધિકારીઓની ધરપકડ અને હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાેકે, તાલિબાન આ અહેવાલને નકારી રહ્યું છે.અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યા બાદ તાલિબાનની ક્રૂરતાના ઘણા વીડિયો અને પુરાવા સામે આવતા જ રહે છે. તતો બીજી તરફ તાલિબાનોનું સ્ત્રીઓ પ્રત્યેનું તેમનું વલણ પણ જૂની શૈલીના આધારે જાેવા મળ્યું છે. તાલિબાન સાથે સંબંધિત અન્ય એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેના લડવૈયાઓ અફઘાન સરકારના ભૂતપૂર્વ સૈનિકને માર મારી રહ્યા છે અને ત્રાસ આપી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ તાલિબાનના વલણની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *