Delhi

મહારાષ્ટ્ર ATSએ શંકાસ્પદ આતંકવાદીની કરી ધરપકડ

નવી દિલ્હી
આ વિસ્ફોટોમાં ઇડ્ઢઠ નો ઉપયોગ થવાનો હતો. આ લોકોને બોટ દ્વારા ઓમાનથી ઈરાનની દરિયાઈ સીમા પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ બીજી બોટ મારફતે ગાંદરબલ જીયોની પહોંચ્યા હતા. તેમને શારીરિક તાલીમ આપવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ ૧૫ દિવસ રોકાયા બાદ તેને સીરીયલ બ્લાસ્ટનું કામ આપીને ભારત પરત મોકલવામાં આવ્યો હતો.આ પહેલા મહારાષ્ટ્ર એટીએસ દ્વારા અન્ય આતંકી ઝાકિર હુસેન શેખની મુંબઈના જાેગેશ્વરી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શંકાસ્પદ આતંકવાદીના સંબંધ પણ એ જ આતંકવાદી મોડ્યુલ સાથે સંબંધિત છે, જેમના છ આતંકવાદીઓને ૧૫ સપ્ટેમ્બરે દિલ્હી પોલીસે એક મોટા કાવતરાનો પર્દાફાશ કરીને પકડ્યા હતા. મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (છ્‌જી) એ એક શંકાસ્પદ વ્યક્તિના મુમ્બ્રા નિવાસસ્થાનમાંથી તૂટેલો મોબાઈલ ફોન અને કેટલાક ચોંકાવનારા દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. પાકિસ્તાન સમર્થિત ટેરર મોડ્યુલના સંબંધમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. છ્‌જી એ રવિવારે થાણે જિલ્લાના મુમ્બ્રામાં રિઝવાન ઈબ્રાહિમ મોમિન (૪૦) ના નિવાસસ્થાન પાસેના ગટરમાંથી તૂટેલો મોબાઈલ ફોન અને કેટલાક ચોંકાવનારા દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. પાકિસ્તાની આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યા પછી, તે બહાર આવ્યું કે જે આતંકવાદીઓ આ મોડ્યુલનો ભાગ હતા તેમને રેલવે લાઈન અને પુલ ઉડાડવાની તાલીમ આપવામાં આવી હતી. હવે આ કેસમાં સ્લીપર સેલની ભૂમિકા પણ સામે આવી છે. બે આતંકવાદીઓ ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયા હતા, પરંતુ તેમના પાસપોર્ટ પર કોઈ સ્ટેમ્પ નહોતો. તેમણે ગ્વાહર બંદરથી દરિયાઈ માર્ગ પસંદ કર્યો. ઓમાનથી પાકિસ્તાન જતી વખતે તેણે વચ્ચે વચ્ચે મોટરબોટ પણ બદલી નાખી. આ સાથે, તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોડ્યુલ ૧૯૯૩ ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટની તર્જ પર આયોજન કરતું હતું. રેકી કર્યા બાદ વિવિધ સ્થળોએથી લોકોને એક સાથે મળવાનું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *