ન્યુદિલ્હી
ઘણા પક્ષો માગ કરી રહ્યા છે કે આ વખતની વસતી ગણતરી જાતિ આધારીત કરવામાં આવે, જેના જવાબમાં સરકારે દલીલ કરી હતી કે આઝાદી પછી એસસી, એસટીને બાદ કરતા જાતિ આધારીત વસતી ગણતરી નથી થતી. જેથી સ્પષ્ટ છે કે સરકાર જાતિ આધારીત વસતી ગણતરી કરવાની તૈયારીમાં નથી. દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે ગયા વર્ષે દેશભરમાં ૫૫૭૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જે આંકડો ૨૦૧૯ દરમિયાન ૫૯૫૭ હતો. જાેકે ખેડૂતોની આત્મહત્યાના કારણો જાહેર કરવામાં નહોતા આવ્યા. જે પણ ખેડૂતોએ ગયા વર્ષે આત્મહત્યા કરી છે તેમાં ૨૫૬૭ મહારાષ્ટ્ર, ૧૦૭૨ કર્ણાટક, ૫૬૪ આંધ્ર, ૨૩૫ મધ્ય પ્રદેશ અને ૨૨૭ છત્તિસગઢના ખેડૂતોનો સમાવેશ થાય છે. આંકડામાં સામાન્ય ઘટાડાથી સરકારે કહ્યું હતું કે આંકડામાં ઘટાડો થયો છે.ગયા ચોમાસુ સત્ર દરમિયાન હોબાળો મચાવનારા કોંગ્રેસ સહિતના પક્ષોના રાજ્યસભાના ૧૨ સાંસદોને હાલ ચાલી રહેલા પુરા શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. જેને પગલે વિપક્ષે સંસદમાં ભારે વિરોધ કર્યો છે. સંસદમાં શિયાળુ સત્રના બીજા દિવસે વિપક્ષે માગ કરી હતી કે સાંસદોને સસ્પેન્ડ કરવાનો ર્નિણય પરત લેવામાં આવે. જેનો રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ સ્વિકાર કરવાની ના પાડી દીધી હતી. જેથી વિપક્ષે રાજ્યભામાંથી વોકઆઉટ કર્યો હતો. રાજ્યસભા ઉપરાંત લોકસભામાં પણ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે લોકસભાની કાર્યવાહીને સતત બીજા દિવસે સૃથગિત કરવી પડી હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સાંસદોએ શપથ ગ્રહણ કર્યા હતા, જેના થોડા જ સમય બાદ ટીઆરએસના સાંસદો વેલમાં ધસી આવ્યા હતા અને ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગણી કરી હતી. સાથે જ જે પણ ખેડૂતો કૃષિ કાયદાના વિરોધના આંદોલનમાં માર્યા ગયા તેમના પરિવારને વળતર આપવાની માગ કરી હતી. ટીઆરએસના સાંસદો વેલ સુધી ધસી આવ્યા હતા જ્યારે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના સાંસદોએ પોતાની જગ્યા પર બેસીને આ માગણીમાં સાથ આપ્યો હતો. ટીઆરએસના સાંસદોએ ભારે સુત્રોચ્ચાર પણ કર્યો હતો. જાેકે થોડા સમય બાદ કોંગ્રેસ, એનસીપી, ડાબેરી, ડીએમકે વગેરે પક્ષોના સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો.


