નવીદિલ્હી
દિલ્હી સરકારે સુપ્રીમકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે તેઓ પ્રદૂષણને રોકવા માટે સંપૂર્ણ લોકડાઉન જેવાં પગલાં લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સાથે સરકારે એમ પણ કહ્યું છે કે આવાં પગલાં થોડા સમય માટે જ અસર કરશે. કેજરીવાલ સરકારે કહ્યું હતું કે દિલ્હીની સાથે સાથે દ્ગઝ્રઇ ક્ષેત્રમાં પણ લોકડાઉન લાગુ કરવાની જરૂર છે, તો જ આવાં પગલાંની અસર થશે. દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તેઓ દિલ્હીને દ્ગઝ્રઇનો જ ભાગ માની લે અને આખા દ્ગઝ્રઇમાં લોકડાઉન લગાવી દે. રવિવારે દિલ્હીની હવાની ગુણવત્તામાં થોડો સુધારો જાેવા મળ્યો હતો. શનિવારનો છઊૈં ૪૩૭ હતો, જ્યારે રવિવારનો ૨૪-કલાકનો સરેરાશ છઊૈં ૩૩૦ હતો. હવાની ગુણવત્તા ટ્રેકિંગ વેબસાઇટ સફરનો દાવો છે કે હવાની ગુણવત્તામાં આ સુધારો હરિયાણા અને પંજાબમાં પરાલી સળગાવવાની પ્રવૃતિઓમાં ઘટાડો થયા બાદ આવ્યો છે. શુક્રવારે છઊૈં ૪૭૧ હતો, જે આ સીઝનમાં અત્યારસુધીનો સૌથી ખરાબ હતો. જીછહ્લછઇ એ પણ માહિતી આપી હતી કે ૧૬ નવેમ્બરની રાતથી પ્રદૂષણ વધવાની સંભાવના છે. દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે તેઓ આજે સુપ્રીમકોર્ટમાં પ્રદૂષણને વધુ ઘટાડવા માટે લોકડાઉનનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છે. નવી દિલ્હી નજીકનાં શહેરો ગાઝિયાબાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૩૧, ગુરુગ્રામમાં ૨૮૭, નોઈડામાં ૩૨૧, ફરીદાબાદમાં ૨૯૮ અને ગ્રેટર નોઈડામાં ૩૧૦ છે. જાે આગામી બે દિવસમાં પરાલી સળગાવવાની પ્રવૃત્તિઓ નહીં વધે તો દિલ્હીની હવાની ગુણવત્તા સારી થઈ જશે. ૧૬ નવેમ્બરની રાતથી હવાની ગુણવત્તા બગડવાની શક્યતા છે. આ એટલા માટે છે, કારણ કે હવાનો પ્રવાહ બંધ થઈ શકે છે. ૧૭ નવેમ્બરે હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં રહેવાની ધારણા છે. દિલ્હી-એનસીઆરમાં બગડતી પ્રદૂષણની સ્થિતિને કારણે હરિયાણા સરકારે રાજ્યના ચાર જિલ્લા- ગુરુગ્રામ, સોનીપત, ફરીદાબાદ અને ઝજ્જરમાં શાળાઓને બંધ કરી દીધી છે. આ ચાર જિલ્લા દ્ગઝ્રઇ હેઠળ આવે છે. આ સાથે તમામ સરકારી અને ખાનગી ઓફિસોને પણ કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. હરિયાણા સરકારે વધતા પ્રદૂષણને કારણે આ ર્નિણય લીધો છે. દિલ્હી સરકાર પહેલેથી જ આ ર્નિણય લઈ ચૂકી છે. હરિયાણા સરકારે તાત્કાલિક અસરથી નવા નિર્દેશો લાગુ કર્યા છે. આ સૂચનાઓ ૧૭ નવેમ્બર સુધી અમલમાં રહેશે. દેશના ઘણા ભાગોમાં ખરાબ હવાને કારણે મોટી સંખ્યામાં લોકો પર્વતીય પ્રદેશોમાં ફરવા જઇ રહ્યા છે. શિમલાના હોટલ-ડ્રાઈવરે કહ્યું હતું કે હાલમાં હોટલો દરરોજ ૭૦-૮૦% સુધી ફુલ છે. દિવાળી પછી હોટલોનું બુકિંગ વધ્યું છે. હિમાચલનો છઊૈં પડોશી રાજ્યો કરતાં ઘણો સારો છે. આવી સ્થિતિમાં પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે પ્રવાસીઓ અહીં સારી હવા લેવા માટે આવી રહ્યા છે.પ્રદૂષણની સમસ્યા પર સુપ્રીમકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારની ઝાટકણી કાઢી છે. પ્રદૂષણ મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટે બંને સરકારોને કહ્યું હતું કે તેઓ વહેલી તકે પ્રદૂષણ રોકવા માટે કડક પગલાં ઉઠાવે. કોર્ટે દિલ્હી સરકાર પાસેથી આવતીકાલ સુધીમાં જવાબ માગ્યો છે, જ્યારે કેન્દ્ર સરકારને ઈમર્જન્સી બેઠક બોલાવીને દિલ્હી, પંજાબ અને હરિયાણાની સરકારે એકસાથે બેસીને પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી અને ઉત્તરીય રાજ્યોમાં હાલમાં પરાલી સળગાવવામાં આવે છે એ પ્રદૂષણનું મુખ્ય કારણ નથી, કારણ કે એ પ્રદૂષણમાં માત્ર ૧૦%નો જ ભાગ છે. સુપ્રીમકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી આવતીકાલ સાંજ સુધીમાં જવાબ માગ્યો છે કે કયા ઉદ્યોગોને રોકી શકાય છે, કયાં વાહનોને ચાલતાં અટકાવી શકાય છે અને કયા પાવર પ્લાન્ટને રોકી શકાય છે અને ત્યાં સુધી તમે વૈકલ્પિક વીજળી કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકો છો, સાથે જ વર્ક ફ્રોમ હોમનો અમલ કરવાનું પણ ધ્યાનમાં લો. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે વાયુ પ્રદૂષણ માટે સૌથી વધુ જવાબદાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો અને પરિવહનનાં સાધનો છે. કેટલાક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણમાં પરાલી સળગાવવાનો પણ ફાળો છે.


