Gujarat

અમરેલીના જાફરાબાદ નગરપાલિકા આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજુલાની ફ્રેન્ડ્સ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો

જાફરાબાદ નગરપાલિકા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ ૨૭ ડીસેમ્બરનાં રોજ જાફરાબાદ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જાફરાબાદની મારુતિ ઇલેવન અને રાજુલાની ફ્રેન્ડ્સ ઇલેવન વચ્ચે ફાઇનલનો રોમાંચક મેચ ખેલાય હતી. અને આખરે આ ફાઇનલ મેચમાં ફ્રેન્ડ્સ ઇલેવનનો ૬ વિકેટે ભવ્ય વિજય થયો હતો. અને ફ્રેન્ડ્સ ઇલેવન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વીજયને વધાવવા રાજુલા શહેર તથા આજુ-બાજુના ગામડાઓમાંથી ફ્રેન્ડ્સ ઇલેવનના કેપ્ટન દીપભાઈ ધાખડા તથા ટીમને અભિનંદનની વર્ષા થઈ રહી છે. અને આ ભવ્ય વિજય બદલ રાજુલા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા ફ્રેન્ડ્સ ઇલેવન ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે…..
રીપોર્ટર: ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211228-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *