Gujarat

ઊના દેલવાડા રોડ પર કાર માંથી વિદેશી દારૂની ૨૧૬ બોટલ સાથે બે શખ્સો ઝડપાય

ઊના દેલવાડા રોડ પર દિવ તરફથી આવતી કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે જીલ્લા એલસીબી ટીમે વોચ ગોઠવી કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉમેશ ઉર્ફે ચોટીયો અરજણ બાલસ, સીકંદર સલીમ બ્લોચ મકરાણી રહે. તાલાળા આ બન્ને શખ્સો દિવ તરફથી નંબર વગરની કારમાં દારૂ લઇ આવતા હોવાની બાતમી આધારે જીલ્લા ગીરસોમનાથ એલસીબી અધિકારી વી યુ સોલંકી,  કેજે ચોહાણના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડીયા, રાજુભાઇ ગઢીયા તેમજ ઉદયસિંહ સોલંકી સહીતની ટીમે ઉના દેલવાડા રોડ પર આવેલ હોટલ નજીક વોચગોઠવી હતી. અને કારને રોકાવી તલાસી લેતા કારની અંદર બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો કુલ નં.૨૧૬ , ૨ મોબાઇલ, તેમજ કાર સહીત કુલ કિ.રૂ.૧.૪૫ લાખના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડેલ આ બાબતે પોલીસે બન્ને શખ્સોની પુછપરછ કરતા દારૂ આપનાર લાલા રહે.વાંસોજ તેમજ મંગાવનાર જોવેદ ઉર્ફે જાવલો સલીમ બ્લોચ રહે.તલાળા વાળાના નામ ખુલતા ચારેય શખ્સો સામે આગળની વધુ તપાસ હાથ ધરવા કાર્યવાહી હાથ ધરેલ છે.

-રોડ-પર-કારના-ચોરખાના-માંથી-વિદેશી-દારૂની૨૧૬-બોટલ-સાથે-બે-શખ્સો-ઝડપાયા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *